મુંબઈ: બૉલિવૂડ એક્ટ્રેસ કૃતિ સેનન ફરી એકવાર અક્ષય કુમાર સાથે એક ફિલ્મમાં નજર આવનારી છે. પ્રોડક્શન કંપની નાડિયાવાલા ગ્રેન્ડસન દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. કૃતિ અક્ષય સાથે ફિલ્મ ‘બચ્ચન પાંડે’માં નજર આવશે. આ ફિલ્મ આગામી વર્ષે ક્રિસમસ પર રિલીઝ થવાની છે.



પ્રોડક્શન કંપની નાડિયાદવાલા ગ્રેન્ડસનના ઓફિશિયલ એકાઉન્ટ પર ટ્વિટ કર્યું કે, “અમને એ જણાવતા ખુશી થાય છે કે કૃતિ સેનન આપણા ક્રિસમસને બહેતર બનાવનારી છે. એનજીઈએફ પરિવારમાં ‘બચ્ચન પાંડે’ સાથે એકવાર ફરી તમારું સ્વાગત છે. ”


કૃતિએ આ ફિલ્મ અંગે વાત કરતા જણાવ્યું કે તે અક્ષય અને નિર્દેશક ફરહાદ સમજી સાથે હાઉસફુલ 4માં કામ કર્યું છે અને તેમની સાથે ફરી કામ કરવા માટે ખૂબજ ઉત્સાહિત છે.



તેમણે કહ્યું કે, “આ રીયૂનિયનને લઈને ઉત્સાહિત અને રોમાંચિત છું. આ ક્રિસમસ વાસ્તવમાં શાનદાર થવાની છે. બચ્ચન પાંડેમાં કામ શરૂ કરવાને લઈને મારાથી રાહ નથી જોવાઈ રહી. ”

થોડા દિવસ પહેલા અક્ષય કુમારે ફિલ્મમાં પોતાના લૂક વિશે ખુલાસો કર્યો હતો. એક તસવીર શેર કરીને અક્ષયે લખ્યું હતું કે, “ ‘બચ્ચન પાંડે’ની ભૂમિકામાં 2020ના ક્રિસમસ પર આવી રહ્યો છું. સાજિદ નાડિયાદવાલાની આગામી ફિલ્મ, જેના નિર્દેશક ફરહાદ શામજી છે.”