નવી દિલ્હીઃ દેશી ગર્લ પ્રિયંકા ચોપરા તથા જોનસ બર્ધર્સે અમેરિકામાં આશરે 245 કરોડ રૂપિયા (34.1 મિલિયન ડોલર્સ)ની  પ્રોપર્ટી ખરીદી છે. પ્રિયંકા તથા નિકે આશરે 144 કરોડ રૂપિયા (20 મિલિયન ડોલર્સ)માં ઘર ખરીદ્યું છે. આ ઘર 20 હજાર સ્કેવર ફૂટમાં ફેલાયેલું છે. પ્રિયંકા-નિકના ઘરથી માત્ર ત્રણ માઈલ દૂર તેના જેઠ જો જોનસ તથા સૌફી ટર્નરે આશરે 101 કરોડ રૂપિયા (14.1 મિલિયન ડોલર્સ)માં ઘર ખરીદ્યું છે. આ ઘર 15 હજાર સ્કેવર ફૂટનું છે. પ્રિયંકા તથા સૌફીએ લોસ એન્જલસમાં સાન ફર્નાન્ડોના એન્સીનો વિસ્તારમાં પ્રોપર્ટી ખરીદી છે.


 સૂત્રોના મતે, પ્રિયંકા-નિકના મોર્ડન ઘરમાં સાત બેડરૂમ, 11 બાથરૂમ તથા ગાર્ડન સહિતની સુવિધાઓ છે. સૌફી ટર્નરના ઘરમાં 10 બેડરૂમ તથા 14 બાથરૂમ છે. પ્રિયંકા તથા નિક મોટું ઘર લેવા માગતા હતાં અને તેથી જ નિકે આ વર્ષે ઓગસ્ટમાં પોતાનું ઘર 6.9 મિલિયન ડોલર્સમાં વેચ્યું હતું.


પ્રિયંકા તથા નિકે ગયા વર્ષે પહેલી-બીજી ડિસેમ્બરે ક્રિશ્ચિયન તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. આ લગ્ન જોધપુરના ઉમ્મેદ પેલેસમાં યોજાયા હતાં અને લગ્નના ફંક્શન્સ પાંચ દિવસ સુધી ચાલ્યા હતાં. પ્રિયંકાએ દિલ્હી તથા મુંબઈમાં રિસેપ્શન આપ્યું હતું.  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

શિવસેના સાથે ગઠબંધન તુટવા મુદ્દે અમિત શાહે આપ્યું મોટું નિવેદન, જાણો શું કહ્યું

ગુજરાતમાં કઈ જગ્યાએ પડ્યા કરા, ખેડૂતોની વધી મુશ્કેલી, જાણો વિગત

અમરેલી જિલ્લાના વાતાવરણમાં આવ્યો પલટો, માવઠાથી માર્ગો થયા પાણી પાણી, જાણો વિગત