નવી દિલ્હી: રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરમેન નીતા અંબાણી આજે ન્યૂયૉર્કમાં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટ બોર્ડમાં પસંદગી પામ્યા છે. તેઓ સંગ્રહાલયના 150 વર્ષના ઈતિહાસમાં ટ્રસ્ટીની ભૂમિકા ભજવનાર પ્રથમ ભારતીય છે.




મ્યૂઝિયમના ચેરમેન ડેનિયલ બ્રોડસ્કીએ નીતા અંબાણીને બોર્ડમાં સામેલ કરવાની જાહેરાત સાથે કહ્યું કે, “ભારતીય કલા અને સંસ્કૃતિને સંરક્ષિત કરવા અને પ્રોત્સાહિત કરવાની શ્રીમતી અંબાણીની પ્રતિબદ્ધતા વાસ્તવમાં અસાધારણ છે. બોર્ડમાં તેમના સામલે થવાથી સંગ્રાહલયની ક્ષમતાઓમાં વધારો થશે. નીતા અંબાણીનું સ્વાગત કરીને અમને ખૂબજ ખુશી અનુભવી રહ્યાં છે.”

નીતા અંબાણીએ કહ્યું છેલ્લા કેટલાક વર્ષોથી આ જોવું ખૂબજ સુખદ રહ્યું છે કે, “ભારતીય કલાઓના પ્રદર્શનમાં મેટ્રોપૉલિટન મ્યૂઝિયમ ઓફ આર્ટે રસ દેખાડ્યો છે. મ્યૂઝિયમ દ્વારા વૈશ્વિક મંચ પર ભારતીય કલાના સમર્થન અને રૂચિએ મને પ્રભાવિત કર્યા. આ સન્માન મને ભારતની પ્રાચીન વિરાસત માટે મારા પ્રયાસોને બેગણા કરવામાં મદદ કરશે.

ઉલ્લેખનીય છે કે 2017માં મેટ્રોપોલિટન મ્યૂઝિયમ ઑફ આર્ટે એક ખાસ કાર્યક્રમમાં નીતા અંબાણીને સન્માનિત કરાયા હતા. આ કાર્યક્રમ એવી હસ્તીઓના સન્માનમાં કરવામાં આવે છે જે કલાની દુનિયામાં વિવિધતા અને સમાવેશને પ્રોત્સાહન આપે છે. નીતા અંબાણી ‘ધ મેટ્સ ઇન્ટરનેશનલ કાઉન્સિલ’ના સભ્ય પણ છે.

નીતા અંબાણી વિશેષ રીતે ભારતની કલા, સંસ્કૃતિ અને વિરાસતના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રતિબદ્ધ છે. ભારતની સાંસ્કૃતિક ઓળખને બનાવી રાખવા અને તેમની પ્રાસંગિકતા સુનિશ્ચિત કરવા માટેના અનેક પ્રયાસો રિલાન્સ ફાઉન્ડેશન કરી રહ્યું છે.