મુંબઈઃ દેશના 40 વીર સપૂતોની શહીદી પર એક્ટ્રેસ જ્હાનવી કપૂરનો ગુસ્સો ફૂટી નીકળ્યો હતો. જ્હાનવીએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આતંકીઓ સામે સખત શબ્દોમાં ગુસ્સો ઠાલવી રહ્યા છે. આ ઉપરાંત તેણે શહીદ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ પણ બતાવી છે.

જ્હાનવીએ પોતાની પોસ્ટ દ્વારા એ વાત પર દુઃખ વ્યક્ત કર્યું છે કે, દેશના જવાનોને પોતાના માટે લડવાની પણ તક મળતી નથી. આ ઉપરાંત તેણે એક ન્યૂઝ પેપરના હેડિંગ અને રિપોર્ટની ટીકા પણ કરી હતી. જેમાં આતંકી હુમલાને સ્વતંત્રતાની લડાઈ ગણાવી છે.

જ્હાનવીએ દુખ વ્યક્ત કર્યું છે કે, આ જવાનો શહીદ તો થયા ઉપરાંત આવા આર્ટિકલથી તેના રાષ્ટ્રરક્ષક હોવાના સન્માનને પણ ઠેસ પહોંચી છે. આ સાથે જ જ્હાનવીએ અમર શહીદોની આત્માની શાંતિ અને તેના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રાપ્ત થાય તેવી પ્રાર્થના કરી છે.