મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી મલાઈકા અરોરા અને તેની બહેન અમૃતા અરોરા પોતાના હોટ અંદાજને લઈને હંમેશા ચર્ચામાં રહે છે. પરંતુ આ વખતે બંને એકબીજા કારણે ચર્ચામાં આવી છે. મલાઈકા અને અમૃતા હોટલમાંથી બહાર નિકળતી જોવા મળે છે. એ દરમિયાન કેટલાક ભિખારીઓ તેમની ગાડી પાસે આવીને પૈસા માંગે છે.

ગાડીમાં બેસતા પહેલા મલાઈકાની પાછળ એક મહિલા પોતાના બાળકોને લઈને ભીખ માંગવા લાગે છે. તેને જોતા જ મલાઈકા 500 રૂપિયા આપે છે. ત્યરબાદ બંને બહેનો ગાડી અંદર બેસી જાય છે. એવામાં વધુ એક ભિખારી અમૃતા પાસે ભિખ માંગે છે. ભિખારીને જોઈને સિક્યૂરિટી ભિખારી પર રાડો પાડતો જોવા મળ છે. ત્યારબાદ મલાઈકાની બહેન તેણે રોકાવવા માટે કહે છે. બાદમાં અમૃતા તેને 500 રૂપિયાની નોટ આપે છે.

મલાઈર અરોરા અને અમૃતાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. બંને બહેનોના વખાણ પણ કરવામાં આવી રહ્યા છે.