મુંબઈ: બોલીવૂડ અભિનેત્રી નેહા ધૂપિયાએ દિકરી મેહરની ખાસ તસવીર ફેન્સ સાથે શેર કરી છે. આ તસવીરમાં નેહા દિકરી મેહરને બ્રેસ્ટફીડિંગ કરાવતી જોવા મળે ચે. આ તસવીરેન શેર કરતા નેહાએ કહ્યું કે એક માને દરેક રીતે આઝાદ હોવુ જોઈએ.


હાલમાં જ ઈન્ટરનેશનલ બ્રેસ્ટફીડિંગ વીક પર નેહાએ એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે મા બન્યા બાદનો અનુભવો શેર કર્યા છે. નેહાના આ વીડિયોના સોશિયલ મીડિયા યૂર્ઝસે ખૂબ જ વખાણ કર્યા છે.


નેહાએ તસવીર શેર કરતા એક લાંબી પોસ્ટ લખી છે. નેહાએ લખ્યું, એક રોલકોસ્ટરની ભૂમિકા ભજવતા મને 8 મહિના થયા છે અને હવે આ વિશે વાત કરવા માટે ખૂબ જ સારો સમય છે. હું ખૂબ જ ખુશ છું. અમારા નાનકડા જીવનમાં જે પણ આવ્યું છે તેના માટે મા બનવાના સહયોગ વગર સરળ નહોતું. રાતની ઉંઘ હરામ, ખવડાવવા માટે તૈયાર રહેવાનું અથવા તો દરેક બાબાતો માટે તૈયાર રહેવાનું આ અદ્બૂત પેકેજનો એક ભાગ છે.


નેહાએ આગળ લખ્યું આ ખૂબ જ જોરદાર છે એક માતાનુ મગજ જે એકસાથે ઘણી વસ્તુઓ સમજી શકે છે અને સાથે જ કામ કરે છે અને આયોપાલલટની જેમ કામ કરે છે.

એક્ટેસે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર #freedomtofeed એટલે સ્તનપાન ની આઝાદી કેમ્પેન માટે પોતાની દિકરી માટે ખાસ મેસેજ શેર કર્યો છે.