મુંબઈઃ થોડા દિવસો પહેલા જ પરિણિતી ચોપરાને  સાયના નેહવાલની બાયોપિક મળી ગઇ છે. પહેલા આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર કામ કરવાની હતી. હવે પરિણિતીને હોલીવૂડ થ્રિલર ફિલ્મ 'ધ ગર્લ ઓન ધ ટ્રેન'ની હિન્દી રીમેકમાં કામ કરવાની તક મળી છે.


આ ફિલ્મમાં પરિણિતીનો એક નશાની કુટેવ ધરાવતી, છૂટાછેડા લીધેલી મહિલાના પાત્રમાં જોવા મળશે. જે એક ખોવાયેલી વ્યક્તિની શોધ માટેના કામમાં સામેલ હોય છે. હોલીવુડની આ ફિલ્મમાં ભૂમિકા એમિલી બ્લંટે નિભાવી છે. તેણે 2016ની ફિલ્મમાં શાનદાર ભૂમિકા ભજવી હતી.

આ ફિલ્મમાં પરિણિતીનો એક અલગ જ અવતાર જોવા મળશે. તેણે જણાવ્યું કે, '' હું એવી ભૂમિકાઓ કરવા ઇચ્છું છું કે, જેમાં પહેલા દર્શકોએ મને જોઇ નથી. મારે આ પાત્ર માટે ઘણી તૈયારીઓ કરવી પડશે. આ ભૂમિકા શરાબી અને દુર્વ્યહારની શિકાર થયેલી મહિલાની છે. મેં પહેલા આવું પાત્ર ભજવ્યું નથી.