ગર્લફ્રેન્ડના કપડાથી માંડી વાસણ પણ ધોવે છે આ બોલીવૂડ એક્ટર, જાણો કોણે કર્યો ખુલાસો
નવી દિલ્હી: એક્ટ્રેસ પત્રલેખા હંમેશા રાજકુમાર રાવ સાથે પોતાની લવ લાઈફને લઈને અને હોટનેસના કારણે ચર્ચામાં રહે છે. ફરિ એક વખત પત્રલેખાએ રાજકુમાર રાવ સાથેના રિલેશનને લઈને ચોંકવનારા ખુલાસા કર્યા છે. પત્રલેખાએ કહ્યું, રાજકુમાર રાવ તેના ઘરના તમામ કામકાજમાં તેની મદદ કરે છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપત્રલેખાએ કહ્યું, તે ખૂબ સારી ચા બનાવે છે. તેના હાથની ચા થાક ઉતારવા માટે બેસ્ટ ટોનિક છે. હું કુકીંગ કરું તો તે વાસણ સાફ કરી આપે છે. પત્રલેખાએ કહ્યું કે, જ્યારે મારી માતા મુંબઇ આવે છે ત્યારે રાજકુમાર રાવ જ તેને ચા બનાવીને આપે છે.
રાજકુમાર રાવે કહ્યું કે, પત્રલેખા તેના જીવનની બેસ્ટ ગિફ્ટ છે. સક્સેસફુલ એક્ટર હોવા છતાં તે તેને જમીન સાથે જોડી રાખે છે. બીજી બાજુ, પત્રલેખાએ કહ્યું કે રાજકુમાર રાવની દરેક ટેવ મને પસંદ છે, પરંતુ તે જે રીતે ઘરના કામોમાં મદદ કરે છે તે મને બહુ ગમે છે.
રાજકુમાર રાવે કહ્યું કે, હું 'શેર ધ લોડ'માં વિશ્વાસ રાખું છું અને હું એવી રીતે જ મોટો થયો છું. માતાએ શિખવાડ્યું છે કે, ઘરના કામમાં હાથ લગાડવો જરૂરી છે. પહેલાં હું ઘરકામમાં માતાની મદદ કરતો હતો અને હવે મુંબઇમાં પત્રલેખાની મદદ કરું છું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -