મુંબઈઃ પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુ અને તેના પિતા મોતીલાલ નેહરુના વિવાદિત વીડિયો મામલે ધરપકડ કરવામાં આવેલી એક્ટ્રેસ પાયલ રોહતગી જામીન પર મુક્ત થઈ છે. રિયાલિટી ટીવી શો બિગ બોસનો હિસ્સો રહેલા પાયલે એક નિવેદનમાં જણાવ્યું કે, રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર છે તેથી ત્યાં  અભિવ્યક્તિની આઝાદી નથી. હું સોશિયલ મીડિયા પર મારા વિચાર વ્યક્ત કરવાનું બંધ નહીં કરું.

પાયલે જણાવ્યું કે, જેલમાં તેની સાથે રહેલી મહિલા કેદીઓએ પૂરો સહયોગ આપ્યો હતો. તેથી હું મહિલા કેદીઓ માટે બેરકમાં LED લગાવવાની માંગ કરીશ. પાયલ રોહતગીએ સોશિયલ મીડિયા પર એક વિવાદાસ્પદ વીડિયો પોસ્ટ કર્યો હતો, જેમાં તેણે નેહરુ પરિવાર પર વાંધાજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો. જે બાદ તેની સામે રાજસ્થાનના બુંદીમાં ફરિયાદ થઈ હતી અને અમદાવાદમાંથી ધરપકડ કરવામાં આવી હતી.



પતિએ PM મોદીની માંગી હતી મદદ

પોલીસની આ કાર્યવાહી બાદ હવે પાયલના પતિ પહેલવાન સંગ્રામ સિંહે ટ્વિટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આ મામલે મદદ કરવાની અપીલ કરી હતી. સંગ્રામ સિંહે ટ્વિટ કરીને લખ્યું, આ કોંગ્રેસ શાસિત રાજ્યમાં અભિવ્યક્તિની આઝાદી છે. તેમણે ગૃહમંત્રી કાર્યાલય, પીએમઓ ઈન્ડિયા અને નરેન્દ્ર મોદીને ટેગ કરીને આ મામલે હસ્તાક્ષેપ કરવા જણાવ્યું હતું.



ગૂગલ પરથી માહિતી લઈ મોતીલાલ નેહરુ પર બનાવ્યો હતો વીડિયો

પાયલ રોહતગીએ એક ટ્વિટમાં જણાવ્યું કે, મોતીલાલ નેહરુ પર એક વીડિયો શેર કરવા બદલ રાજસ્થાન પોલીસે મારી ધરપકડ કરી છે. આ વીડિયોમાં મેં ગુગલથી જાણકારી લઈને બનાવ્યો હતો. બોલવાની આઝાદી એક મજાક છે. આ ટ્વિટમાં તેણે રાજસ્થાન પોલીસ, પીએમઓ, ગૃહ મંત્રાલયના સતાવાર ટ્વિટર એકાઉન્ટને ટેગ કર્યા હતા. આ અંગે એસપી મમતા ગુપ્તાએ કહ્યું કે, પાયલ રોહતગી પર કેસ દાખલ કરી તેની ધરપકડ કરવામાં આવી છે. આ અગાઉ પાયલ વિરુદ્ધ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા એક વીડિયોમાં આપતિજનક ટિપ્પણી કરવાના આરોપ મામલે કેસ દાખલ કરવામાં આવ્યો હતો. પાયલ રોહતગી પર સ્વતંત્રતા સેનાની મોતીલાલ નેહરૂના પરિવાર વિરુદ્ધ વીડિયોમાં આપતિજનક ટિપ્પણીની સાથે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની પત્નીને બદનામ કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.


બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે પાયલ રોહતગી
યુવા કોગ્રેસ નેતા ચર્મેશ શર્મા દ્ધારા કરવામાં આવેલી ફરિયાદના આધાર પર પાયલ રોહતગી વિરુદ્ધ આઇટીની કલમ 66 અને 67 હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો હતો. શર્માએ આરોપ લગાવ્યો હતો કે રોહતગીએ મોતીલાલ નેહરુની પત્નીને બદમાન કરવા માટે ખોટા આરોપ લગાવીને તેમનું અપમાન કર્યું છે. આ ભારતના અન્ય દેશો સાથે સંબંધોમાં વિક્ષેપ નાખી શકે છે કારણ કે તેમાં પૂર્વ વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીના મૃત્યુના સંદર્ભમાં ચિત્રો સાથે આપતિજનક ટિપ્પણી કરવામાં આવી છે. પાયલ રોહતગી બિગ બોસની આઠમી સીઝનમાં સ્પર્ધક રહી ચૂકી છે. તે સિવાય તેણે અનેક ફિલ્મોમાં કામ કર્યું છે. પાયલે 2002માં ફિલ્મ ‘યે ક્યા હો રહા હૈ’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું.  (તસવીર સૌજન્યઃ ઈન્સ્ટાગ્રામ)

IND v WI: પંત અને ઐયરની વિસ્ફોટક બેટિંગે તોડ્યો સચિન-જાડેજાનો 20 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગત

NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ

નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો