વિશાખાપટ્ટનમઃ ભારત અને વેસ્ટ ઇન્ડિઝ વચ્ચે બીજી વનડે મેચ રમાઇ રહી છે. મેચમાં વેસ્ટ ઇન્ડિઝના કેપ્ટન પોલાર્ડે ટૉસ જીતીને પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતે 50 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 387 રન બનાવ્યા હતા. ભારત તરફથી રોહિત શર્માએ 159, લોકેશ રાહુલે 102 રનની શાનદાર ઈનિંગ રમી હતી. શ્રેયસ ઐયરે 32 બોલમાં 52 રન અને રિષભ પંતે 16 બોલમાં 39 રનની ઈનિંગ રમી હતી. આ મેચમાં પંતે સચિને 20 વર્ષ પહેલા જેવી બેટિંગ કરી હતી તેવી જ વિસ્ફોટક બેટિંગ કરી હતી. ઉપરાંત પંત અને ઐયરે  વન ડે ક્રિકેટમાં ભારત માટે એક નવો રેકોર્ડ પણ બનાવ્યો હતો.


પંત-ઐયરનો નવો રેકોર્ડ

ભારત તરફથી એક ઓવરમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ રિષભ પંત અને શ્રેયસ ઐયરે બનાવ્યો હતો. બંને મળીને ભારતીય ઈનિંગની 47મી ઓવરમાં ચાર ગગનચુંબી છગ્ગા અને એત ચાર રન સહિત કુલ 31 રન બનાવ્યા હતા. આ પહેલાનો રેકોર્ડ સચિન તેંડુલકર અને અજય જાડેજાના નામે હતો. તેમણે 1999માં ન્યૂઝીલેન્ડ સામે ક્રિસ ડર્મની ઓવરમાં 28 રન બનાવ્યા હતા.


વર્ષ 2000માં ઝહીર ખાન અને અજીત અગરકરની જોડીએ ઝિમ્બાબ્વે સામે હેન્રી ઓલંગાની ઓવરમાં 27 રન બનાવ્યા હતા.

NRCથી ડરવાની જરૂર નથી, મુસલમાનો માટે વિશેષ વ્યવસ્થા કરાશેઃ અમિત શાહ

નાગરિકતા કાનૂન મુદ્દે વરૂણ ધવને શું કહ્યું ? જાણીને ચોંકી જશો

ટ્વિટરના સીઈઓ જેક ડોર્સીને ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગને કર્યા અનફોલો, જાણો વિગત