વિરાટ કોહલીએ બનાવ્યા વનડેમાં ફાસ્ટેસ્ટ 10 હજાર રન, આ મામલે આ ખેલાડીના નામે છે સૌથી ખરાબ રેકોર્ડ, જુઓ લિસ્ટ
ઉલ્લેખનીય છે કે, 10 હજાર રન બનાવવામાં સૌથી ખરાબ રેકોર્ડ શ્રીલંકાના તિલકરત્ને દિલશાનનો છે. દિલશાને ડેબ્યૂ મેચ બાદ સૌથી વધુ સમય લીધો, તેને 293 ઇનિંગમાં આ આંકડાને પાર કર્યો હતો. દિલશાનની કેરિયર 15 વર્ષ અને 227 દિવસની રહી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appવનડેમાં સૌથી ઝડપી 10 હજાર કરનારા ખેલાડીમાં સચિન તેંદુલકર બાદ સૌરવ ગાંગુલી (263 ઇનિંગ), રિકી પોન્ટિંગ (266 ઇનિંગ), જેક કાલિસ (272 ઇનિંગ) અને મહેન્દ્ર સિંહ ધોની (273 ઇનિંગ)નું નામ આવે છે.
વિરાટ કોહલીએ 81 રન કરવાની સાથે માસ્ટર બ્લાસ્ટર સચિન તેંદુલકરનો સૌથી ઝડપી 10 હજાર રન બનાવાના રેકોર્ડને તોડી કાઢ્યો હતો. સચિન તેંદુલકરે 259 ઇનિંગમાં 10 હજાર રન બનાવ્યા હતા, જ્યારે કોહલીએ માત્ર 204 ઇનિંગમાં આ કારનામું કરી બતાવ્યુ છે. આ સાથે કોહલી વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવનારો નંબર વન ખેલાડી બની ગયો છે.
નવી દિલ્હીઃ વિન્ડિઝ સામેની બીજી વનડેમાં રન મશીન વિરાટ કોહલીએ ફરી એકવાર પોતાની પ્રતિભા અનુસાર બેટિંગ કરી છે, કેપ્ટન કોહલીએ વનડેમાં સૌથી ઝડપી 10 હજાર રન બનાવવનો રેકોર્ડ પોતાના નામે કરી લીધો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -