ડાયમંડ કિંગ સવજીભાઈ ફરી ચર્ચામાં, કર્મચારીઓને દિવાળી બોનસમાં આપશે 600 કાર
કર્મચારીઓને ભેટ અંગેના ઈન્સેન્ટીવ પ્રોગ્રામ અંગે કંપનીના ચેરમેન સવજી ધોળકીયાએ જણાવ્યું હતું કે, આ એક ઈન્સેન્ટીવ પ્રોગ્રામ છે. આ વર્ષે અમે આ સ્કિમને સ્કિલ ઈન્ડિયા ઈન્સેન્ટીવ પ્રોગ્રામ નામ આપ્યું છે. આ પ્રોગ્રામ અંતર્ગત દરેક કર્મચારીના પગારમાંથી અમુક રકમ અગાઉથી જમા કરવામાં આવે છે. અને એ કર્મચારીને કાર કે અન્ય સ્વરૂપે ભેટમાં આપવામાં આવશે. કર્મચારીને સૌ પ્રથમ મકાન અને અન્ય જરૂરીયાત સંતોષાઈ ત્યારબાદ કારની ગીફ્ટ કરવામાં આવતી હોય છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appદર વર્ષે દિવાળી પર કર્મચારીઓને કાર ભેટમાં આપવા માટે જાણીતા સવજી ધોળકીયા દ્વારા આ વર્ષે કર્મચારીઓને રેનોલ્ટ અને સુઝુકી કંપનીની કાર ભેટમાં આપવામાં આવનાર છે. જે અંગે કંપની દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કુલ 1400 કર્મચારીઓની પસંદગી કરવામાં આવી હતી. જેમાંથી 600 લોકો કાર માટે એલિજીબલ થયા હતાં. બાકીના અન્ય કર્મચારીઓને તેમના ઈન્સેન્ટીવ પ્રોગ્રામ પ્રમાણે રોકડ રકમની એફડી આપવામાં આવશે. કંપનીમાં કામ કરતી દિવ્યાંગ મહિલા કાજલને કારની ચાવી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે આપવામાં આવશે.
આ પહેલા સવજી ભાઈ કર્મચારીઓને મકાન, જ્વેલરી, કાર આપી ચુક્યા છે. 1100 કર્મચારી માંથી કેટલાક ને મકાન તો કેટલાક કર્મચારીને બેન્ક એફડી આપવાના છે. થોડા સમય પહેલા જ સવજીભાઇએ પોતાના ત્રણ કર્મચારીઓને લક્ઝુરિયસ કાર ભેટમાં આપી હતી, આ ત્રણ કર્મચારીઓને પૂર્વ મહિલા મુખ્યમંત્રી આનંદીબહેન પટેલના કાર ભેટમાં આપવામાં આવી હતી. સાથે તેમની કંપનીના જે કર્મચારીનું અકસ્માતમાં મોત થયું હતું, તેના પરિવારને રૂપિયા 1 કરોડની સહાય પણ આપવામાં આવી હતી.
સુરતઃ દિવાળી આવતાં જ નોકરિયાત વર્ગમાં બોનસની ચર્ચા જાગી છે, ત્યારે બોનસ આપવાના મામલે સુરતના સવજીભાઇનું નામ ચોક્કસ લેવામાં આવે. કારણ કે, સવજીભાઇ પોતાની કંપનીમાં કામ કરતાં કર્મચારીઓને લાખો રૂપિયાની કારથી લઇને ઘર સુધીની મોંઘું મોંઘું બોનસ આપે છે. ત્યારે આ વખતે પણ સવજીભાઇ પોતાના કર્મચારીઓને 600 જેટલી કાર ગિફ્ટમાં આપવાના છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -