રાખી સાવંતનો દાવો છે કે, તેનો પતિ એક એનઆરઆઈ છે અને તેના પતિ પાસે બહુ પૈસો છે. તે અમેરિકામાં રહે છે પરંતુ આજ દિવસ સુધી રાખીએ તેના પતિનો ચહેરો બતાવ્યો નથી. ના જ કોઈએ રાખી સાવંતના પતિને હજી જોયો છે.
જોકે તેમ છતાં સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેતી રાખી સાવંત કંઈકને કંઈ શેર કરતી હોય છે. જેમાં તેના ભવ્ય ઘર અને રોમાન્ટિક પતિના સાબિતી તે આપી શકે. હાલમાં જ રાખી સાવંતે તેના ભવ્ય ઘરનો વીડિયો પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
વીડિયો શેર કરતાં જ રાખી સાવંતે લખ્યું છે કે, આ મારું ઘર છે અને મારા પતિના મનમાં હું એક રાજકુમારી છું. આ જે ઘરનો વીડિયો રાખીએ મૂક્યો છે. તે ખરેખરમાં ભવ્ય ઘર છે. જ્યાં સુંદર કાર્પેટ પાથરવામાં આવી છે. સેન્ડલની રેંક છે જ્યાં સુંદર સેન્ડલ દેખાઈ રહ્યા છે. સુંદર ડિઝાઈન વાળું કબાટ, મિરર છે અને ત્યાંથી આગળ વધીને એક સુંદર બેડ, ટ્રેડમીલ અને તેની બહાર નેચર વ્યૂઇંગ બાલ્કની પણ દેખાય છે.
જોકે આ વીડિયો જોયા બાદ અનેક યુઝર્સ એવી કમેન્ટ્સ કરી રહ્યા છે કે, આ ઘર ખોટું છે. એક યુઝર્સે કહ્યું કે, આ એક હોટલનો રૂમ છે તો બીજા યુઝર્સે કહ્યું છે કે, દરેક વસ્તુની એક લીમિટ હોય બહુ ફેકવાની જરૂર નથી. વળી કેટલાંક યુઝર્સે તેમ પણ લખ્યું કે આ ટિકટોક વીડિયો છે.
મીડિયા સુત્રો પ્રમાણે, રાખી સાવંતનો પતિ રિતેશ જાણી જોઈને કેમેરાની સામે આવી રહ્યો નથી. જોકે રાખીનું કહેવું છે કે, તેનો પતિ પોતાની ઓળખ ખાનગી રાખવા માંગે છે અને જ્યારે રાખી પ્રેગન્ટ થઈ જશે અને તેમનું બાળક આવી જશે ત્યારે જ કેમેરા સામે આવશે.