નવી દિલ્હી: ટી20 વર્લ્ડકપ ટૂર્નામેન્ટ 2020માં ઑસ્ટ્રેલિયામાં રમાવાની છે. જેને લઈને ઑસ્ટ્રેલિયાઈ વડાપ્રધાન સ્કૉટ મૉરિસને ટ્વિટ કરીને ભારતીય ક્રિકેટ પ્રેમીઓને આગ્રહ કર્યો છે કે તેઓ આગામી વર્ષે રમાનારી ટૂર્નામેન્ટને જોવા માટે આપે. તેના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મૉરિસનને જવાબ આપ્યો છે. નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યું કે સ્કૉટ મૉરિસન વ્યક્તિગત રીતે આમંત્રણ આપી રહ્યાં છે જેથી ઘણા લોકો તે દેશના પ્રવાસે જશે.


ઑસ્ટ્રેલિયાઈ વડાપ્રધાને ટ્વિટ કરીને કહ્યું કે, “ગઈકાલે રાતે ટી20 મેચ નિહાળ્યા બાદ વાસ્તવમાં આગામી વર્ષે યોજાનાર ટી-20 વર્લ્ડકપ માટે ઑસ્ટ્રેલિયામાં યજમાની માટે ઉત્સાહિત છું. ઑસ્ટ્રેલિયાઈ પ્રવાસન વિભાગ પાસે એક શાનદાર નવું વિજ્ઞાપન છે જે ભારતી ક્રિકેટ ફેન્સને અહીં મુલાકાત લેવા માટે પ્રોત્સાહિત કરશે. આપ શું વિચારો છો નરેન્દ્ર મોદી ?”


તેના જવાબમાં મોદીએ કહ્યું કે જ્યારે તેમના ખાસ મિત્રને વ્યક્તિગત આમંત્રણ આપ્યું છે તો તેને પૂરો વિશ્વાસ છે કે ઘણા પ્રવાસીય અને ક્રિકેટ પ્રેમી ઑસ્ટ્રેલિયાની યાત્રા કરવાની યોજના બનાવશે. અમારા ક્રિકેટ ચાહકો જીવંતતાથી ભરપૂર છે. હું ઓસ્ટ્રેલિયાના લોકોને દીવાળીની શુભકામનાઓ પાઠવું છું.


ઑસ્ટ્રેલિયા આગામી વર્ષે ટી20 વર્લ્ડ કપનું આયોજન કરશે જેમાં મહિલા અને પુરુષ બન્ને ટીમ ભાગ લેશે. મહિલા ટૂર્નામેન્ટની શરૂઆત 21 ફેબ્રુઆરીથી 8 માર્ચની વચ્ચે રમાશે જ્યારે પુરુષ ટીમની ટૂર્નામેન્ટ 18 ઓક્ટોબરથી 11 નવેમ્બર વચ્ચે રમાશે.

મેચ દરમિયાન ઓસ્ટ્રેલિયાના PM ખેલાડીઓ માટે ડ્રિંક્સ લઈને મેદાન પર પહોંચ્યા, સૌ કોઈ ચોંકી ગયા