કેટલીક ટ્રેનમાં તો નો સીટના બોર્ડ લાગી ગયા છે. જેને લઈ છેલ્લી ઘડીએ જતાં પ્રવાસીઓએ તો જનરલ ટીકિટ જ લેવી પડે છે. કાલુપુરમાં જનરલ ટીકિટ લેવા માટે પણ પ્રવાસીઓની ભીડ છે. જેના કારણે ટ્રેન આવી જાય તો પણ ટીકિટ ન મળતાં પ્રવાસીઓ ટીકિટ વગર પ્રવાસ કરવા મજબુર બન્યા છે.
મહત્વની વાત છે કે, રેલવે વિભાગ દ્વારા દિવાળી વેકેશનને લઈ દિવાળી વિશેષ 25 ટ્રેન દોડાવી છે અને 60 જેટલી ટ્રેનમાં કોચ વધારવામાં આવ્યા છે. આમ છતાં પણ પ્રવાસીની ભીડને પહોંચી વળવા માટે તંત્ર નિષ્ફળ રહ્યું છે. પ્રવાસીઓને સમયસર ટ્રેન અને ટીકિટ ન મળવાના કારણે સ્ટેશન પર રઝડી પડ્યા છે.