થાઈલેન્ડના દરિયામાં બોલિવૂડની આ અભિનેત્રી કેમેરા સામે પોઝ આપતી હતી ને અચાનક ઊચો થઈ ગયો ડ્રેસ પછી શું થયું? જુઓ વીડિયો
abpasmita.in | 27 Jul 2019 02:50 PM (IST)
શિલ્પા ક્રૂઝ પર કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ભારે પવનને કારણે તેનો ડ્રેસ ઉંચો થવા લાગ્યો હતો જોકે તેણે તરત જ સરખો કરી નાખ્યો હતો. જોકે આ પોઝ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.
બોલિવૂડ અભિનેત્રી શિલ્પા શેટ્ટી હાલમાં પોતાના પરિવાર સાથે થાઈલેન્ડમાં વેકેશનની મજા માણી રહી છે. આ વચ્ચે શિલ્પા શેટ્ટીએ સોશિયલ મીડિયામાં પરિવાર સાથે મસ્તી કરતાં ઘણાં ફોટો અને વીડિયો શેર કર્યાં છે. શિલ્પાએ ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો પોસ્ટ કર્યો છે. આ વીડિયોમાં શિલ્પા પાણીની અંદર જોવા મળી હતી. ખાસ વાત એ છે કે તેને સ્વીમિંગ આવડતું નથી જેનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો પોસ્ટ કરતાં શિલ્પા શેટ્ટીએ પોતાના અંગત જીવન વિશે જોડાયેલો એક ખુલાસો કર્યો હતો. શિલ્પાએ લખ્યું હતું કે, આજનો દિવસ શાનદાર રહ્યો. હું પોતાના વિશે કંઈક જણાવવા ઈચ્છું છું. હું સ્વીમિંગ કરી શકતી નથી. મેં ઘણીવાર શીખવાનો પ્રયાસ કર્યો પરંતુ મારાથી ન થઈ શક્યું. આજે મેં જાણ્યું માતાના પેટમાં રહેલું બાળક કેવું ફીલ કરે છે. મારા ચહેરા પરનું હાસ્ય આ ખુશીને વ્યક્ત કરી રહી છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે શિલ્પા શેટ્ટી પાણીમાં ઊંઘી છે. શિલ્પા સાથે અન્ય એક યુવતી જોવા મળી રહી છે જે તેને થેરાપી આપી રહી છે. આ પહેલા શિલ્પા ક્રૂઝના વીડિયોમાં જોવા મળી હતી. શિલ્પા ક્રૂઝ પર કેમેરા સામે પોઝ આપી રહી હતી ત્યારે ભારે પવનને કારણે તેનો ડ્રેસ ઉંચો થવા લાગ્યો હતો જોકે તેણે તરત જ સરખો કરી નાખ્યો હતો. જોકે આ પોઝ કેમેરામાં કેદ થઈ ગયો હતો અને હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.