સુષ્મિતા સેનના જીવનમાં થયું ‘મિસ્ટ્રી મેન’નું આગમન, જાણો કોણ છે આ વ્યક્તિ
અહેવાલ મુજબ સુષ્મિતા સાથે જે વ્યક્તિ નજરે પડી રહ્યો છે તે એક મોડલ છે. તેનું નામ રોહમન શોલ છે. બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હાલ રોહમનને ડેટ કરી રહી હોવાની ચર્ચા થઈ રહી છે.
ફિલ્મોથી દૂર સુષ્મિતા સેન સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. તે ફિટનેસની વીડિયોના કારણે ચર્ચામાં રહે છે.
થોડા દિવસો પહેલા રોહમન સુષ્મિતા સાથે એરપોર્ટ પર પણ જોવા મળી હતી. બંને નજરે પડતાં હોવાથી રિલેશનશિપમાં હોવાની સાબિતી આપે છે.
તાજેતરમાં જ રોહમન સુષ્મિતા સેન સાથે મુંબઈ ફેશન વીકમાં જોવા મળ્યો હતો. સુષ્મિતા રેમ્પ પર વોક કરતી હતી તે દરમિયાન રોહમન અને એક્ટ્રેસની બંને દીકરો સાથે બેસીને ચિયર કરતાં જોવા મળ્યા હતા.
મુંબઈઃ મિસ યુનિવર્સ અને બોલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેનના જીવનમાં ફરીથી કોઈ મિસ્ટ્રી મેનનું આગમન થયું છે. છેલ્લા થોડા દિવસોથી સુષ્મિતા સેન તમામ અવસર પર આ વ્યક્તિ સાથે નજરે પડે છે.