ગુજરાત મહિલા કૉંગ્રેસમાં ઉપપ્રમુખ તરીકે કોની કોની કરાઈ નિમણૂક, જાણો
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા જ રાહુલ ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં બે મહત્વની નિમણૂંક કરી હતી. જેમાં રાજકોટના કોર્પોરેટર અને રાજકોટ મનપાનાં પૂર્વ વિપક્ષ નેતા ગાયત્રીબા વાઘેલાના મહિલા કોંગ્રેસના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે. આ સાથે ધારાસભ્ય રૂત્વિક મકવાણાની ગુજરાત સેવા દળના ચીફ ઓર્ગેનાઇઝર તરીકે નિમણૂક કરવામાં આવી હતી. મહિલા કોંગ્રેસ પ્રમુખ સૌરાષ્ટ્રના હોવાથી સૌરાષ્ટ્ર ઝોનની જવાબદારી તેમની રહેશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીતાબેન પટેલને ઉત્તર ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. મેધના પટેલને દક્ષિણ ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે. તૃપ્તિ ઝવેરી અને કામિનીબેન સોનીને મધ્ય ઝોનની જવાબદારી સોંપવામાં આવી છે.
અમદાવાદ: કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ રાહુલ ગાંધી દેશભરમાં સંગઠનમાં મહત્વના ફેરફાર કરી રહ્યાં છે. ગુજરાતમાં પણ રાહુલ ગાંધીએ સંગઠનમાં અત્યાર સુધી અનેક ફેરફાર કર્યા છે. તે નવા લોકોને તક આપે છે. પ્રદેશ મહિલા કોંગ્રેસમાં નવી નિયુક્તિઓ કરવામાં આવી છે. 4 નવા ઉપપ્રમુખોની નિમણુક કરવામાં આવી છે. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નિયુક્તિઓને મંજૂરી આપી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -