નવી દિલ્હીઃ લોકસભા ચૂંચણી પહેલા ચારેબાજુ ચૂંટણી પ્રતિક્રિયા જોવા મળી રહી છે. સામાજિક મુદ્દા પર ખુલીને પોતાની વાત રાખનાર સ્વરા ભાસ્કર ફરી એક વખત કન્હૈયા કુમારના વખાણ કરવાને કારણે ચર્ચામાં છે.

સ્વરા ભાસ્કર કન્હૈયા કુમારનાં એક ભાષણથી ખુજ પ્રભાવિત થઇ ગઇ છે. આ ભાષણ જિગ્નેશ મેવાણીએ તેનાં ટ્વિટર અકાઉન્ટ પર શેર કર્યુ છે. વીડિયોમાં કન્હૈયા કુમાર હક અને સમાનતાની વાત કરતો જોવા મળી રહ્યો છે. જેમ ભાષણ સ્વરાએ સાંભળ્યુ તે એટલી ઇમ્પ્રેસ થઇ ગઇ કે તેણે તેની રીટ્વિટ કરી દીધું અને કન્હૈયાનાં વખાણ કર્યા. સ્વરાએ તેનાં સફળ થવાની કામના પણ કરી છે.


સ્વરાએ ટ્વટિર પર લખ્યુ કે, 'બોલનાં લબ આઝાદ હૈ તેરે, બોલ જબાન અબતક તેરી હૈ... કન્હૈયા એક શઆનદાર રાજનેતા છે અને સુંદર વક્તા પણ છે.