મેચ રમીને રણબીર બહાર આવ્યો તો ઈજા છુપાડતો જોવા મળ્યો હતો. જોકે, આવી હાલતમાં પણ તેણે ચાહકો સાથે સેલ્ફી લીધી હતી. ચાહકો ઉપરાંત પાપારાઝીને પણ રણબીરે પોઝ આપ્યા હતા. ગાડીમાં બેસતી વખતે તેણે વાગ્યું હોવાનું જણાવ્યું હતું. આ સાથે જ પોતાની ઈજા બતાવી હતી.
રણબીર કપૂરને ઈજા થઈ તેનો એક વીડિયો પણ પાપારાઝીએ શેર કર્યો હતો. હોઠ પર ઈજા બાદ રણબીર કોગળા કરતો પણ જોવા મળ્યો હતો. રવિવારે રણબીર સાથે ‘ધડક’ ફિલ્મના એક્ટર ઈશાન ખટ્ટર અને સૈફ અલી ખાનનો પુત્ર ઈબ્રાહિમ અલી ખાન પણ ફૂટબોલ મેચ રમતા જોવા મળ્યાં હતાં.
ઈશાન વ્હાઈટ ટેંક ટોપ અને બ્લેક ટ્રેક પેન્ટમાં જોવા મળ્યો હતો. જ્યારે ઈબ્રાહિમ રેડ અને વ્હાઈટ સ્ટ્રિપ જર્સી અને બ્લેક શોર્ટમાં જોવા મળ્યો હતો. રણબીર કપૂરને ઈજા થઈ હતી તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી.