ગુજરાતમાં એક બાજુ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. જોકે ગુજરાતના ખેડૂતો માટે ખરાબ સમાચાર સામે આવ્યા છે. ત્યારે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ પ્રમાણે, આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર સહિત બનાસકાંઠા, સાબરકાંઠા, અમરેલીમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના છે. આગાહીના પગલે ખેડૂતો ચિંતામાં છે. એટલું જ નહીં, અમદાવાદના વાતાવરણમાં પણ એકાએક પલટો આવ્યો છે.

હાલ હવામાન વિભાગે કરેલી આગાહીને પગલે, અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. આજે અરવલ્લીના વાતાવરણમાં વહેલી સવારથી ભારે ધુમ્મસ જોવા મળી રહ્યું છે. અરવલ્લીનું વાતાવરણ જોતા કમોસમી વરસાદની શક્યતા દેખાઈ રહી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે. ગુજરાતનાં કેટલાંક જિલ્લાઓમાં કમોસમી વરસાદ પડતા ખેડૂતોને નુકસાનીનો સામનો કરવો પડ્યો છે ત્યારે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે, આજે 23 ડિસેમ્બર ગુજરાતમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ પડે તેવી સંભાવના છે.

23 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગની આગાહી કરી છે. જેમાં ઉત્તર ગુજરાતમાં બનાસકાંઠા અને સાબરકાંઠામાં સામાન્ય કે છૂટો છવાયો વરસાદ પડે તેવી શક્યતા છે. અમરેલીમાં પણ સામાન્ય વરસાદની આગાહી છે.