નવી દિલ્હીઃ અમિતાભ બચ્ચન સોશિયલ મીડિયા પર ઘણાં એક્ટિવ રહે છે. તે રાજનીતિક, સોશિયલ અથવા કોઈપણ મુદ્દા પર પોતાનો મત વ્યક્ત કરતા રહે છે. તે સોશિયલ મીડિયા પર આ તમામ મુદ્દા વિશે વાત કરતા રહે છે. આ વખતે તેમણે કંઈક રસપ્રદ વિગત શેર કરી છે. આ વખતે પોસ્ટ શેર કરીને  જણાવ્યું કે, સેલ્ફને હિંદીમાં શું કહે છે.

અમિતાભ બચ્ચને ટ્વિટર પર બધા સાથે આ માહિતી શેર કરી. તેમણે ટ્વીટ કર્યું- લાંબા સમયથી સેલ્ફી માટે હિંદી શબ્દ શોધવાનો પ્રયત્ન કરી રહ્યો હતો. મારી પાસે અનેક સૂચનો પણ આવ્યા. પરંતુ તે મને યોગ્ય ન લાગ્યા. ત્યાર બાદ મેં ખુદ તેનું હિંદી નામ શોધ્યું - ‘વદય સહ ઉસચ’વ્યક્તિગત દૂરભાષિત યંત્ર સે હસ્ત ઉત્પાદિત સ્વ ચિત્ર.’


વર્કફ્રન્ટની વાત કરીએ અમિતાભ બચ્ચન હાલમાં કૌન બનેગા કરોડપતિની 11મી સીઝનનું શૂટિંગ કરી રહ્યાં છે. તે આલિયા ભટ્ટ અને રણબીર કૂપરની સાથે ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. તે ‘ઝુંડ’, ‘ચેહરે’ અને ‘ગુલાબો સિતાબો’માં જોવા મળશે.