✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

સોનમ કપૂર જ નહીં, આ બોલિવીડ સેલેબ્સના વેડિંગ કાર્ડ પણ હતા સૌથી અલગ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  05 May 2018 11:32 AM (IST)
1

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્નમાં ત્રણ ડબ્બાઓ હતાં. એકમાં વેડિંગ કાર્ડ હતું તો બીજામાં સ્વિત્ઝર્લેન્ડથી મગાવેલી ખાસ ચોકલેટ્સ હતી. ત્રીજા બોક્સમાં અમિતાભ બચ્ચનના પિતા હરિવંશ રાય બચ્ચને લખેલી કવિતાઓ હતી.

2

આમિર ખાનના ભાણિયા ઈમરાન ખાનના લગ્નનું કાર્ડ એક ડાયરી તરીકે હતું. આ એક યર પ્લાનર હતું. જેના એક પેજ પર પિનવ્હીલ ચોંટાડવામાં આવી હતી. આ પર એક ચિઠ્ઠી પણ હતી. જેની પર લગ્નના ફંકશન્સની જાણકારી આપવામાં આવી હતી.

3

કરિના કપૂર અને સૈફ અલી ખાને પોતાના રિસેપ્શનનું કાર્ડ ખૂબ જ સિમ્પલ રાખ્યું હતું. જોકે, તેમાં રોયલ ટચ પણ જોવા મળ્યો હતો. બન્નેએ 16 ઓક્ટોબર, 2012ના રોજ લગ્ન કર્યાં હતાં. આ ઉપરાંત 18 ઓક્ટોબરના રોજ ‘સૈફીના’એ રિસેપ્શન પાર્ટી રાખી હતી.

4

શાહિદ અને મીરા રાજપૂતનું વેડિંગ કાર્ડ સોશિયલ મીડિયા પર સામે આવ્યાં પછી તેની જ ચર્ચા હતી. આ કાર્ડ સાથે જ સેલિબ્રિટી કપલે મધની બોટલ અને હર્બલ ટી પણ ગિફ્ટમાં આપી હતી.

5

ક્રિકેટર યુવરાજ સિંહ અને બોલિવૂડ એક્ટ્રેસ હેઝલ કીચે પોતાની લગ્નની ક્રિકેટ થીમ રાખી હતી. જેનું નામ યુવરાજ એન્ડ હેઝલ પ્રિમિયર લીગ રાખવામાં આવ્યું હતું. આ વેડિંગ કાર્ડ પર બન્નેના કાર્ટૂન બનાવેલાં હતાં અને તેઓ ક્રિકેટ રમતાં જોવા મળ્યા હતાં. આ કાર્ડ સાથે તેમણે ફ્લેવર્ડ ડ્રાઈ ફ્રૂટ્સ અને ડબ્બામાં ચોકલેટ્સ પણ મોકલાવી હતી.

6

‘વિરૂષ્કા’ની રિસેપ્શન પાર્ટીની ઈન્વિટેશન કિટમાં સૌથી વધુ રસપ્રદ વાત હતી એક નાનો છોડ, જે તેમના પ્રેમની નિશાની હતી. આ ઉપરાંત તેમાં ચોકલેટ્સ અને ટ્રફલ્સ પણ હતાં. આ કપલે 11 ડિસેમ્બર 2017ના રોજ ઈટલીમાં લગ્ન કર્યાં હતાં. આ પછી દિલ્હી અને મુંબઈમાં રિસેપ્શન પાર્ટી આપવામાં આવી હતી.

7

નવી દિલ્હીઃ સુપરસ્ટાર અનિલ કપૂરની દીકરી સોનમ કપૂરના ત્રણ દિવસ બાદ દિલ્હીના બિઝનેસમેન આનંદ આહૂજા સાથે લગ્ન છે. લગ્નની તૈયારીઓ બન્ને પિરવારોમાં જોરશોરથી ચાલી રહી છે. જ્યારે લગ્નનું આમંત્રણ કાર્ડ પણ કંઈક અલગ છે કારણ કે તેમાં અલગ અલગ પ્રોગ્રામનું નિમંત્રણ અલગ રીતે આપવામાં આવ્યં છે. આ કાર્ડનો રંગ લાઈટ રાખવામાં આવ્યો છે. જોકે, સોનમ કપૂરે લગ્નનું ઈ-કાર્ડ મોકલાવ્યું છે. જેથી કાગળ અને રૂપિયાની બરબાદી ન થાય. એક નજર બોલિવૂડના સેલેબ્સ પર જેમનું વેડિંગ કાર્ડ ચર્ચામાં રહ્યું હતું.

  • હોમ
  • મનોરંજન
  • સોનમ કપૂર જ નહીં, આ બોલિવીડ સેલેબ્સના વેડિંગ કાર્ડ પણ હતા સૌથી અલગ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.