Pics: પબની બહાર બોલિવૂડની કઈ હિરોઈનનો જોવા મળ્યો હોટ અંદાજ, લાગી એકદમ ગ્લેમરસ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ પહેલા પણ કંગના રનૌત ઓનસ્ક્રીન અને ઓફ સ્ક્રીન પોતાના બોલ્ડ અંદાજમાં જોવા મળી હતી.
ફિલ્મ ‘ક્વીન’માં પોતાની ધારદાર એક્ટિંગ પછી તે બોલિવૂડની ‘ક્વીન’ તરીકે ફેમસ થઈ હતી.
કંગના ત્રણ વાર નેશનલ ફિલ્મ એવોર્ડ જીતી ચૂકી છે. તેણે ‘ફેશન’, ‘ક્વીન’ અને ‘તનુ વેડ્સ મનુ’ માટે નેશનલ એવોર્ડ મળી ચૂક્યો છે.
કંગના અવાર-નવાર વિવાદોમાં રહેતી હોય છે. ગત વર્ષે તે કરણ જોહર અને રિતિક રોશન સાથે વિવાદના કારણે આખું વર્ષ ચર્ચામાં રહી હતી.
પોતાની આ ફિલ્મ્સ ઉપરાંત તાજેતરમાં જ કંગના અન્ય એક કારણોસર પણ ચર્ચામાં રહી હતી. તેણે મનાલીમાં પોતાના સપનાનું ઘર ખરીદ્યુ છે. જેના ગૃહપ્રવેશની તસવીરો તેણે સોશિયલ મીડિયામાં શેર કરી હતી.
‘મણિકર્ણિકા’ ઉપરાંત તેની અપકમિંગ ફિલ્મ ‘મેન્ટલ હૈ ક્યા’નું પોસ્ટર પણ રિલીઝ થઈ ચૂક્યું છે. આ ફિલ્મમાં તેની સાથે રાજકુમાર રાવ જોવા મળશે.
‘મણિકર્ણિકા’ના સેટ્સ પરથી સામે આવી તસવીરોમાં કંગના રાણી લક્ષ્મીબાઈના લુકમાં જોવા મળી હતી. ત્યાર બાદ લાંબા સમય બાદ તે વેસ્ટર્ન અને બોલ્ડ અંદાજમાં જોવા મળી છે.
કંગનાની ફિલ્મ ‘મણિકર્ણીકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’નું શૂટિંગ પૂરું થયું છે. અલગ-અલગ લોકેશન પર શૂટિંગ પૂર્ણ થયા બાદ કંગનાએ મુંબઈમાં પોતાનો ફ્રી ટાઈમ એન્જોય કરી રહી છે.
મુંબઈ: તાજેતરમાં જ કંગના રનૌત ‘મણિકર્ણીકાઃ ધ ક્વીન ઓફ ઝાંસી’નું શૂટિંગ પૂરું કરીને પરત ફરી છે. કંગના આ ફિલ્મમાં રાણી લક્ષ્મીબાઈના રોલમાં જોવા મળશે. કંગના રનૌતને કોકો એશિયન ગેસ્ટ્રોપબની બહાર ફોટોગ્રાફર્સે કેમેરા કંડારી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -