મુંબઇઃ ભારત અને પાકિસ્તાનની સીમા પર કેટલાય દિવસોથી ચાલી રહેલો તનાવ વધી ગયો છે. પહેલા 14 ફેબ્રુઆરીએ આતંકી હુમલામાં 40 સૈનિકો શહીદ થયા, ત્યારબાદ આતંકીઓના કેમ્પો પર ભારતીય વાયુસેનાએ બૉમ્બમારો કરી તબાહ કરી દીધા હતા. આ ઘટનાથી હરકતમાં આવેલી પાકિસ્તાને ભારતીય વાયુસીમામાં ઘૂસીને એટેક કર્યો તો ભારતીય વાયુસેનાએ પણ વળતો જડબાતોડ જવાબ આપ્યો હતો. આ ઘટનામાં ભારતીય વાયુસેનાનું એક વિમાન અને એક પાયલટ ગૂમ થયો હતો.

પાકિસ્તાને દાવો કર્યો છે કે, ભારતીય પાયલટ અમારી પાસે છે. જેને ભારતીય વાયુસેનાના વિંગ કમાન્ડર તરીકે બતાવવામાં આવી રહ્યો છે. હાલ આખો દેશ વિંગ કમાન્ડરની બહાદુરીને સલામ કરી રહ્યો છે અને તેને પરત આવવાની રાહ જોઇ રહ્યો છે. ત્યારે આ અભિયાનમાં હવે બૉલીવુડના સેલેબ્સ પણ સાથે આવ્યા છે અને વિંગ કમાન્ડરની વાપસીની પ્રાર્થના કરી રહ્યાં છે.



બૉલીવુડના મહાનાયક અમિતાભ બચ્ચને લાપતા પાયલટની સુરક્ષિત વાપસીની પ્રાર્થના કરતાં તિરંગાની ઇમોજી શેર કરી અને લખ્યુ.... શીશ ઝૂકા કર અભિનંદન....