14 ફેબ્રુઆરીએ થયેલા પુલવામાં હુમલાનો બદલો લેવા ભારતીય વાયુસેનાએ પાકિસ્તાનના બાલાકોટમાં જૈશ-એ-મોહમ્મદના ટ્રેનિંગ સેન્ટરને ઉડાવ્યું ત્યારે પાકિસ્તાન ઉંઘતું ઝડપાયું હતું. દુનિયામાં ફક્ત 8 લોકો જાણતા હતા કે 26 ફેબ્રુઆરીએ ભારતીય વાયુસેના જૈશ-એ-મોહમ્મદના સ્થળો ઉપર હુમલો કરશે.
18 ફેબ્રુઆરીએ એરસ્ટ્રાઈકની મંજૂરી પીએમ મોદીએ આપી હતી. મીડિયા અહેવાલ અનુસાર આ હુમલાની જાણકારી પીએમ મોદી, અજિત ડોભાલ, સેનાના ત્રણેય પાંખના વડા, રો અને ઇન્ટેલીજન્સના બ્યૂરો હેડે એમ સાત લોકોને એરસ્ટ્રાઈકની જાણકારી હતી. આ સાત ભારતીય ઉપરાંત અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જોન બોલ્ટનને પણ આ એરસ્ટ્રાઈકની જાણકારી હતી. મીડિયા અહેવાલ અનુસાર સ્ટ્રાઇક પહેલા ડોવાલે જોન બોલ્ટનને ફોન કરીને તેમની સાથે પોતાનો પ્લાન શેરકર્યો હતો.