અભિનેતાના નિધનથી બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. એકટ્ર્સ અને નિર્દશકો આસિફના નિધનથી શોકમગ્ન છે. ઈમરાન હાશમીએ આસિફના નિધન પર દુખ વ્યક્ત કર્યું છે. આસિફે વન્સ ઓપોન અ ટાઈમ ઈન મુંબઈમાં ઈમરાનના પિતાની ભૂમિકા ભજવી હતી.
ફિલ્મ મેકર હંસલ મેહતાએ આસિફ બસરાની મોત પર દુખ વ્યક્ત કરતા ટ્વીટ કર્યું હતું કે, ‘આ સાચુ ન હોઈ શકે, આ સમાચાર ખૂબજ દુખદ છે.’
એક્ટર મનોજ બાજપેયીએ બસરાના આકસ્મિક નિધન પર આશ્ચર્ય વ્યક્ત કરતા લખ્યું કે, “શું? હે ભગવાન ! આ ખૂબજ ચૌકાવનારું છે. લૉકડાઉન પહેલા જ અમે સાથે શૂટિંગ કર્યું હતું. ”
દિલ બેચારાના નિર્દેશક મુકેશ છાબડાએ ટ્વીટ કરી કે, “આ સાચુ ન હોઈ શકે આસિફ ભાઈ. આપણે ‘કાય પો છે’થી લઈ હોસ્ટેજ-2 સુધી એક સાથે ઘણા કામ કર્યા છે. હું આના પર વિશ્વાસ નથી કરી કરતો ! શું થઈ રહ્યું છે ?”
આસિફ બસરા અનેક બોલિવૂડ ફિલ્મો અને ટીવી શોમાં નજર આવી ચૂક્યા હતા. ફિલ્મોની વાત કરીએ તો તે સુશાંત સિંહ રાજપૂતની ફિલ્મ કાય પો છેમાં પણ નજર આવ્યા હતા. તે સિવાય બ્લેક ફ્રાઈડે, વન્સ ઓપોન અ ટાઈમ ઈન મુંબઈમાં નજર આવી ચૂક્યા છે. તેઓ હાલમાં જ વેબ સિરીઝ ‘પાતાલ લોક’માં પણ નજર આવી ચૂક્યા છે.