અમદાવાદઃ ગુજરાતમાં દિવાળી પછી 23મી નવેમ્બરથી સ્કૂલો ખુલવાની છે. ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન(એએમએ)એ વાલીઓને પોતાના બાળકોને સ્કૂલ ન મોકલવા સલાહ આપી છે. એએમએએ જણાવ્યું હતું કે, હાલ બાળકોએ સ્કૂલે જવું ન જોઈએ. જો ગાઇડલાઈન પ્રમાણે વર્તે તો વાંધો નથી. જો વાલીને સુરક્ષિત લાગે તો બાળકને શાળાએ મોકલી શકે.


બાળકો જશે તો બાળક શોશ્યલ ડિસ્ટન્સ નહિ રાખી શકે. બાળક ઘરે જઈ માતાને ભેટશે એટલે કોરોના વધી શકે. બાળકોને ખરેખરે સ્કૂલે ના જવું જોઈએ. એક વર્ષમાં બાળકનું કશું ના બગડે. બાળકો સોશિયલ ડિસ્ટનશીંગ રાખી શકશે કે નહીં તે એક મોટો પ્રશ્ન છે. આ ઉપરાંત એએમએ દ્વારા દિવાળીના તહેવારને લઈને પણ વાત કરવામાં આવી હતી.

અમદાવાદ મેડિકલ એસોસિએશનના પ્રમુખ કિરીટ ગઢવીએ જણાવ્યું હતું કે, અમદાવાદ મેડિકલ એસોસિએશન અને ફેમેલી ફિઝિશયન એસો. ડોકટર ઓન કોલની સુવિધા પુરી પાડશે. દિવાળીની રજાના દિવસોમાં તબીબો 14 થી 19 નવેમ્બર સુધી સેવા આપશે. અમદાવાદના અલગ અલગ વિસ્તાર મુજબ 15 કોર્ડિનેટર તબીબોની ઉપલબ્ધતા અંગે જાણકારી પુરી પાડશે. મેડિકલ એસો.ની વેબસાઈટ પર કોર્ડિનેટર તબીબોની નંબર સાથેની યાદી મુકાઈ છે.

છેલ્લા 2 વર્ષથી 700 જેટલા તબીબોએ આ સેવાનો લાભ લીધો. તહેવારોમાં તબીબો બહાર અથવા રજા પર હોય ત્યારે આ હેલ્પ લાઈન થકી દર્દીઓને મદદ મળશે. છેલ્લા 10 વર્ષથી આ સેવા ચાલવીએ છીએ. આ વખતે સવારે 7 થી 10 સુધી આ સેવા મળી શકશે. ભદ્ર બજારમાં લોકો શોશ્યલ ડિસ્ટન્સ નથી જાળવી રહ્યા, માસ્ક નથી પહેરી રહ્યા, જેથી ટેસ્ટ માટે લાઈનો લગાવી રહ્યા છે.

એએમએ અમદાવાદના સેક્રેટરી ધીરેન મહેતાએ જણાવ્યું હતું કે, ટેલિફોનિક માર્ગદર્શન પણ અમે વિના મૂલ્યે આપીએ છીએ. અમદાવાદમાં દિવસે દિવસે કેસ વધી રહ્યા છે. ફરીથી બેડ ફૂલ થવાની તૈયારી છે. હાલ અમદાવાદ શહેરના ICUના 70 હોસ્પિટલના 323 પૈકી 167 ખાલી છે.