કરણ જોહરની બાયોગ્રાફી લૉંચમાં SRK મુખ્ય અતિથિ, આ સ્ટાર્સ રહ્યા હાજર
શ્વેતા બચ્ચન નંદા
લેખિકા શોભા દે
સાથે જ શાહરૂખે કહ્યું કે આ પુસ્તકનું નામ એન અનસ્યૂટેબલ બોટને બદલે ગુડ બોય જેવું કંઈક હોવું જોઈએ.
સોમવારે મુંબઈમાં બોલીવુડના ફેમસ નિર્માતા-ડાયરેક્ટર કરણ જોહરની બાયોગ્રાફી એન અનસ્યૂટેબલ બોયનું વિમોચન થયું જેમાં સુપર સ્ટાર શાહરૂખ ખાન પત્ની ગૌરી સાથે પહોંચ્યા જ્યારે સિદ્ધાર્થ મલ્હોત્રા ફ્રેંડ આલિયા સાથે આવ્યો હતો. ઉપરાંત મનિષ મલ્હોત્રા, અયાન મુખર્જી અને શ્વેતા બચ્ચન જેવી હસ્તીઓ પણ પહોંચી હતી.
કરણ જોહરની બાયોગ્રાફીને પૂનમ સક્સેનાએ લખી છે. કરણે આ પુસ્તકમાં તેની સેક્સુઆલિટીથી લઈને બોલીવુડ ઈંડસ્ટ્રીમાં સ્ટાર્સ સાથેના સંબંધોના ઉતાર-ચઢાવ અંગે વાત કરી છે.
શાહરૂખ સાથે પત્ની ગૌરી પણ આવી હતા. સોશિયલ મીડિયા પર કરણની બુક સાથે ગૌરીએ તસવીર પણ પોસ્ટ કરી છે.
અયાન મુખર્જી
કરણ જોહરે આ પુસ્તકમાં અભિનેત્રી કાજોલ સાથેની મિત્રતાના અંતથી લઈને તેના કારણોની વાત કરી છે.
સિદ્ધાર્થ મલ્હોત્રા અને આલિયા ભટ્ટ પણ પહોંચ્યા હતા. ઉલ્લેખનીય છે કે ગઈ કાલે સિદ્ધાર્થ મલ્હોત્રાનો બર્થડે પણ હતો. કરણ જોહરે સિદ્ધાર્થ માટે એક પાર્ટીનું આયોજન પણ કર્યુ હતું. જેમાં કેટરિના કૈફ અને અન્ય સ્ટાર્સ પણ પહોંચ્યા હતા.
શાહરૂખ ખાન અને આલિયા ભટ્ટ આ રીતે એકબીજાને મળ્યા હતા.
આ બુલ લૉંચ પર કરણના ખાસ મિત્ર શાહરૂખ ખાન મુખ્ય અતિથિ હતા. બુક લૉંચ પછી કરણે કહ્યું કે, કરણનું જીવન ખૂબ જ સુંદર છે. અને મને લાગે છે કે લોતોએ આ અંગે જાણવું જોઈએ. મને નથી ખબર કે લોકો આમાંથી કંઈક શીખશે કે નહિ પણ જરૂરી છે કે તેઓ કરણના અનુભવો અંગે જાણે.