બોલીવુડના સેલેબ્સે પાઠવી પ્રધાનમંત્રી મોદીને જન્મદિવસની શુભકામના, જાણો કોણે શું કહ્યું
abpasmita.in | 17 Sep 2019 10:10 PM (IST)
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ 69મો જન્મદિવસ છે. આ પ્રસંગે બોલિવૂડ હસ્તીઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે.
મુંબઈઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો 17 સપ્ટેમ્બરના રોજ 69મો જન્મદિવસ છે. આ પ્રસંગે બોલિવૂડ હસ્તીઓએ પીએમ મોદીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અનિલ કપૂર, અજય દેવગન, અનુપમ ખેર, મિકા સિંહ, વિવેક ઓબેરોય, આયુષ્માન ખુરાના સહિતના સેલિબ્રિટિઓએ સોશિયલ મીડિયા પર શુભેચ્છા પાઠવી છે. બોલિવૂડ એક્ટર અનુપમ ખેરે કહ્યું કે વડાપ્રધાનજી, તમને જન્મદિવસની હાર્દિક શુભકામના. અમે બધા જ તમારા સ્વાસ્થ્ય તથા લાંબી ઉંમર માટે પ્રાર્થના કરીએ છીએ.