નવી દિલ્હીઃ ટેલિકોમ કંપની રિલાયન્સ જિયોએ ઓગસ્ટ મહિનામાં ડાઉનલોડિંગ સ્પીડ મામલે બાજી મારી છે. ટેલિકોમ ઓથોરિટી ઓફ ઈન્ડિયાના રિપોર્ટમાં આ જાણકારી સામે આવી છે. જોકે અપલોડિંગ સ્પીડ મામલે ટોપ પર વોડાફોન છે. ગત મહિને પણ ડાઉનલોડિંગ સ્પીડ મામલે જિયો ટોપ પર હતી.


ટ્રાઈના રિપોર્ટ મુજબ ઓગસ્ટ મહિનામાં જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.3 એમબીપીએસ રહી હતી. જુલાઈ મહિનામાં સરેરાશ ડાઉનલોડ સ્પીડ 21.0 એમબીપીએસ હતી. જેનો મતલબ ઓગસ્ટ મહિનામાં જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડમાં 2એમબીપીએસનો સુધારો જોવા મળ્યો છે. છેલ્લા 12 મહિનાથી જિયોની સરેરાશ ડાઉનલોડ સ્પીડ સૌથી વધારે રહી છે.

જિયોની તુલનામાં બીજી ટેલિકોમ કંપનીઓ ઘણી પાછળ છે. ઓગસ્ટ મહિના દરમિયાન વોડાફોનની સરેરાશ અપલોડ સ્પીડ 5.5 એમબીપીએસ રહી, જ્યારે જુલાઈ મહિનામાં કંપનીની સરેરાશ અપલોડ સ્પીડ 5.8 એમબીપીએસ હતી. આ હિસાબે વોડાફોનની અપલોડ સ્પીડમાં ઘટાડો જોવા મળ્યો છે.

PoK પર વિદેશ મંત્રી એસ જયશંકરે આપ્યું મોટું નિવેદન, કહ્યું- જલ્દી હશે ભારતનો ભૌગોલિક હિસ્સો

કેવડિયા કોલોનીમાં PM મોદીએ ભગવાન વિશ્વકર્માને યાદ કરી શું કહ્યું, જાણો 10 મોટી વાતો

દિવાળી પહેલા સરકારે આપી મોટી ગિફ્ટ, PFના વ્યાજ દરમાં વધારાને નાણા મંત્રાલયે આપી મંજૂરી