HCના આદેશ બાદ આરેમાં ઝાડ કાપવાનું શરૂ, બોલિવૂડ સેલેબ્સે કર્યો વિરોધ
abpasmita.in | 05 Oct 2019 08:56 PM (IST)
મુંબઈની આરે કોલોનીમાં શુક્રવારે ઝાડ કાપવાની શરૂઆત કરવામાં આવી હતી. ઝાડ કાપવાની શરૂઆત થતાં લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા અને વિરોધ કર્યો હતો.
મુંબઈ: મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવા માટે 2700થી વધુ ઝાડને કાપવાની મંજૂરી આપવામાં આવી છે અને તેની શરૂઆત થતા લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. બોમ્બે હાઇકોર્ટના આદેશ બાદ મુંબઈ ઓથોરિટીએ આગઅડધી રાત્રે આરે જંગલના આશરે 400 વૃક્ષ કાપી દીધા છે. આ મામલે બોલિવૂડ પણ આરે જંગલના પક્ષમાં આવ્યું છે અને સરકારની ટીકા કરી રહ્યાં છે. બૉમ્બે હાઈકોર્ટે મુંબઈની આરે કોલોનીમાં મેટ્રોશેડ બનાવવાની મંજૂરી આપતા વિરોધ દર્શાવતી તમામ અરજીઓ ફગાવી દીધી છે. મીડિયાને પણ અંદર જવાની મંજૂરી નથી આપવામાં આવી. 100થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. બોલિવૂડ સેલેબ્સ આરે કોલોનીના વૃક્ષને કપાતા તેના વિરોધમાં સોશિયલ મીડિયા પર રોષ ઠાલવી રહ્યાં છે. દિયા મિર્ઝા, વિશાલ દદલાની, સ્વરા ભાસ્કર, આલિયા ભટ્ટે કરન જોહર વૃક્ષ કાપવાનો વિરોધ કરી રહ્યાં છે. દીયા મિર્ઝાએ ટ્વિટર પર લખ્યું કે “શું આ ગેરકાનુની નથી ? જે અત્યારે આરેમાં થઈ રહ્યું છે. શા માટે ? કઈ રીતે ?” આલિયા ભટ્ટે ટ્વિટર અકાઉન્ટ પર પોસ્ટ મૂકીને લખ્યું છે કે, વધતીજતી વસ્તી માટે કન્સ્ટ્રક્શન કરવું જરૂરી છે, પણ આપણને નેચરની પણ જરૂર છે, આપણી જિંદગી તેના પર નિર્ભર છે. આપણને વૃક્ષો અને લીલોતરીની જરૂર છે. ફિલ્મ નિર્માતા કરન જોહરે લખ્યું કે, આપણે જ આપણા સૌથી મોટા દુશ્મન છીએ. હાલ જે થઈ રહ્યું છે તેને રોકવાની જરૂર છે.