મુંબઈઃ અનેક વર્ષોથી દર્શકોની પસંદગીની ટીવી સીરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા હાલ ચર્ચામાં છે. આ શોમાં દયાબેન ઉર્ફે દિશા વાકાણીની ધમાકેદાર વાપસી થવાની છે. દિશાની એન્ટ્રી શોમાં નવરાત્રિ વખતે જ થશે. દયાબેનની ગ્રાન્ડ એન્ટ્રી થવાની છે. હાલ નવરાત્રિ ચાલી રહી છે અને દરેક લોકો દયાબેન અને તેના લાજવાબ ગરબાને યાદ કરી રહ્યા છે. જેમાં જેઠાલાલ તેને સૌથી વધારે મિસ કરે છે.




હાલ નવરાત્રિ એપિસોડ ચાલી રહ્યા છે ત્યારે જેઠાલાલ માતાજી સમક્ષ પ્રતિજ્ઞા લે છે કે જ્યાં સુધી દયા પરત નહીં આવે ત્યાં સુધી તેઓ ગરબા નહીં રમે. આ વાત સાંભળી આખી ગોકુલધામ સોસાયટી દયાબેનની શોધખોળમાં લાગી જાય છે. પણ તેમના તમામ પ્રયાસો અસફળ રહે છે. જો કે એટલામાં જ જ્યારે તમામ આશાઓ ઠગારી નીકળે છે ત્યારે જ દયાબેનની જોરદાર એન્ટ્રી મારે છે અને આખું ગોકુળધામ રંગેચંગે નવરાત્રીના ગરબાની મજા માણે છે. શોના મેકર્સ પણ દયાબેનની એન્ટ્રી શાનદાર બતાવવાના પ્રયાસ કરી રહ્યા છે.



ઉલ્લેખનીય છે કે દિશા વાકાણી માચા બન્યા પછી લાંબા સમયથી સિરીયલથી દૂર છે. વચ્ચે એવા પણ સમાચાર આવ્યા હતા કે તારક મહેતાના મેકર્સ નવા દયાબેનની શોધ પણ ચલાવી રહ્યા છે. જો કે તે બાદ જૂના દયાબેન ઉર્ફે દિશા જ શોમાં પાછી આવશે તે વાત પાક્કી થઇ હતી. અને આ શોના દેખનાર દર્શકો પણ આ વાત સાંભળીને ખૂબ જ ઉત્સાહી થયા હતા.

સાઉથ આફ્રિકા સામે ટેસ્ટ રમતો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ખેલાડી બન્યો પિતા, જાણો વિગતે

હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે

IND vs SA: રોહિત શર્માએ પૂજારાને પિચ પર આપી ગાળ, કહ્યું.............