નવી દિલ્હીઃ તિહાડ જેલમાં બંધ કોંગ્રેસ નેતા અને પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમને પેટમાં દુઃખાવાની ફરિયાદ બાદ AIIMSમાં ચેક અપ માટે લઇ જવામાં આવ્યા છે. જોકે હજુ સુધી તેમને એડમિટ કરવામાં આવ્યા હોવાના અહેવાલ નથી. આઈએનએક્સ મીડિયા કેસમાં તે આરોપી છે.

ચિદમ્બરમે થોડા સમય પહેલા કોર્ટમાં ઘરેથી જમવાનું મંગાવવાની મંજૂરી માંગી હતી. જેનો કોર્ટે સ્વીકાર કર્યો હતો. ચિદમ્બરમે કહ્યું કે, જેલનું ખાવાથી મારું વજન ઘટી રહ્યું છે અને તેથી મને ઘરનું ભોજન જમવાની મંજૂરી આપવી જોઈએ. જોકે કોર્ટે તેમને દિવસમાં એક જ વાર ઘરે બનાવેલું ભોજન જમવાની મંજૂરી આપી છે.


આઈએનએક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમની સીબીઆઈએ 21 ઓગસ્ટના રોજ ધરપકડ કરી હતી. થોડા દિવસો સુધી રિમાંડ પર રાખ્યા બાદ ચિદમ્બરમને કસ્ટડીમાં લઈ તિહાડ જેલમાં મોકલી આપવામાં આવ્યા હતા. કોર્ટે 17 ઓક્ટોબર સુધી તેમને કસ્ટડીમાં રાખવાનો આદેશ કર્યો છે.

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માઃ જેઠાલાલે લીધી પ્રતિજ્ઞા, દયા નહીં આવે તો હું.......

હિટમેન રોહિત શર્માનો ધમાકો, ધનાધન છગ્ગા ફટકારીને તોડ્યો 25 વર્ષ જૂનો રેકોર્ડ, જાણો વિગતે

સુરતમાં મોદીના માસ્ક પહેરીને યુવાઓ ગરબા રમ્યા, જુઓ વીડિયો