મુંબઈ: પહેલી એનિવર્સરી પર બોલિવૂડ કપલ દીપિકા-રણવીરે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં હતા. 14 તારીખે તિરૂપતિ બાલાજી મંદિરમાં દર્શન કર્યાં બાદ આજે સવારે કપલે અમૃતસરના સુવર્ણ મંદિરમાં શિશ ઝૂકાવ્યું હતું.

15 નવેમ્બરે પરોઢિયે દીપિકા અને રણવીર પરિવાર સાથે સુવર્ણ મંદિર પહોંચ્યા હતા. દીપિકા પાદૂકોણ અને રણવીરનો ટ્રેડિશનલ અવતાર જોવા મળ્યો હતો. આ સાથે જ તેમનો પરિવાર પણ ટ્રેડિશનલ કપડાંમાં જોવા મળ્યો હતો.

દીપિકાના માતા-પિતા ઉજાલા અને પ્રકાશ પાદુકોણ તેમજ તેની બહેન અનિષા પાદુકોણ સુવર્ણ મંદિર પહોંચ્ય્યા હતાં. જ્યારે રણવીરની સાથે તેના માતા-પિતા અને બહેન જગજિત સિંહ ભવનાની, અંજુ ભવનાની અને રિતિકા ભવનાની હાજર હતા.

દીપિકા અને રણવીર અમૃતસર સ્થિત સ્ચખંડ શ્રી હરમિંદર સાહિબના દર્શને લગભગ સવારે 4.30 કલાકે પહોંચ્યા હતા. મંદિર પરિસરમાંથી બંનેની તસવીરો અને વીડિયો વાયરલ થયો છે.

માથામાં સિંદૂર, જ્વેલરી અને મરૂન રંગના ડ્રેસમાં દીપિકા ખૂબ સુંદર જોવા મળી હતી. રણવીર મિક્સ રંગના કુર્તા-પાયજામાં અને વેસ્ટ કોટમાં જોવા મળ્યો હતો.