મુંબઈ: બોલીવૂડ ડાયરેક્ટર અનુરાગ કશ્યપે નાગરિકતા બિલ પર પહેલા જ દિવસથી મોદી સરકારની સામે પોતાના અભિપ્રાય વ્યક્ત કરી રહ્યા છે. જોકે આ વખતે નાગરિકતા બિલનો વિરોધ કરવાનુ તેમને ભારે પડી ગયુ છે. ટ્વિટર પર અનુરાગના ફોલોઅર્સ 5 લાખ હતા જે ઘટીને 76 હજાર થઈ ગયા છે. અનુરાગ કશ્યપે ટ્વિટર પર આરોપ લગાવ્યો છે કે, ટ્વિટરે મારા ફોલોઅર્સ ઘટાડી નાંખ્યા છે.


આ દરમિયાન કેટલાક યુઝર્સે અનુરાગનુ સમર્થન કરતા કહ્યુ, અમે અનુરાગ કશ્યપને ફોલો કરતા હતા અને આપોઆપ અનફોલો થઈ ગયા છે. અનુરાગ કશ્યપે અગાઉ ટ્વિટર છોડી બ્રેક લીધો હતો. આ માટે તેમણે પોતાની પુત્રીને મળી રહેલી ધમકીઓને જવાબદાર ગણાવી હતી.

અનુરાગ કશ્યપે તાજેતરમાં જ ફરી ટ્વિટર પર પરત ફર્યો છે. જોકે એ પછી ફરી એક વખત વિવાદ સર્જાયો છે.