વિચિત્ર ડ્રેસના કારણે ટ્રોલ થઈ રહ્યો છે કરણ જોહર, લોકોએ કહ્યું- ‘જોકર જેવો લાગે છે’
ટ્વિટર પર યૂઝર્સે કરણ જોહર પર નેપોટિઝમનો આરોપ લગાવ્યો હતો. યૂઝર્સે કહ્યું હતું કે, પોતાના મિત્રોની તરફેણ કરવી, મિત્રોના બાળકોનો પક્ષ લેવો અને સંબંધીઓનો સાથ આપવો. બોલીવુડ ઈન્ડસ્ટ્રી એક રાજવંશ જેવી થતી જાય છે.
આ પહેલા ગત મહિને તેણે આગામી ફિલ્મ તખ્તની જાહેરાત કરતાં જણાવ્યું હતું કે બોની કપૂરની દીકરી જાહન્વી કપૂર લીડ રોલમાં હશે. જે બાદ પણ ટ્રોલ થયો હતો.
આ તસવીરમાં કરણ જોહરે જે કપડાં પહેર્યા છે તે લોકોને પસંદ આવ્યા નથી. તેનો ડ્રેસ જોઈને લોકો ટ્રોલ કરી રહ્યા છે. કરણ ટ્રોલ થયો હોય તેવી આ પ્રથમ ઘટના નથી.
મુંબઈઃ બોલીવુડ નિર્માતા-નિર્દેશક કરણ જોહર સોશિયલ મીડિયા પર ટ્રોલ થઈ રહ્યો છે. આ પાછળનું કારણે તેના કપડાં છે. ઈન્સ્ટાગ્રામ પર કરણની એક તસવીર સામે આવી છે. જેમાં લખવામાં આવ્યું છે કે, “પેરિસમાં Gucci showમાં નતાશા પૂનાવાલા સાથે કરણ જોહર.”
જિગર નામના યૂઝરે લખ્યું કે, “જોકર જેવો લાગી રહ્યો છે.” ધીરજ પ્રેમના વ્યક્તિએ લખ્યું કે, “યે હાથ મુજે દે દે ઠાકુર.” મધુરિમા નામની યુઝરે લખ્યું કે, “તમારા શૂટમાં સ્લિવલેસની શું જરૂર છે.”