રિલાયન્સ JIO યૂઝર્સ 5 વર્ષ સુધી ફ્રીમાં જોઈ શકશે લાઇવ ક્રિકેટ મેચ, જાણો કેવી રીતે
તાજેતરમાં જિયોએ બીજી વર્ષગાંઠ પર ડેરી મિલ્સ ચોકલેટની સાથે 1GB ડેટા ફ્રીમાં આપ્યો હતો. જે બાદ સેલિબ્રેશન ઓફર અંતર્ગત ફ્રીમાં ગ્રાહકોને 10જીબી ડેટા આપવામાં આવ્યો હતો. કંપની 399 રૂપિયાના પ્લાન પર 100 રૂપિયા કેશબેક આપી રહી છે.
નવી દિલ્હીઃ રિલાયન્સ જિયો તેના યૂઝર્સ માટે હંમેશા નવીન ઓફર લાવતી રહે છે. આ વખતે પણ કંપની ધમાકેદાર ઓફર લઈને આવી છે. જે અંતર્ગત રિલાયન્સ જિયોના તમામ યૂઝર્સ 5 વર્ષ સુધી ફ્રીમાં તમામ ક્રિકેટ મેચનું લાઇવ પ્રસારણ જોઈ શકશે. જેનો ફાયદો જિયો યૂઝર્સ રિલાયન્સ જિયો ટીવી એપ પર ઉઠાવી શકશે.
ફ્રીમાં ક્રિકેટ મેચ જોવા માટે યૂઝર્સે એન્ડ્રોઈડ કે આઈઓએસ સ્માર્ટફોરનમાં જિયો ટીવી એપ ઇન્સ્ટોલ કરવી પડશે. આ એપનો ઉપયગો માત્ર જે લોકોના ફોનમાં જિયો નંબર એક્ટિવ હશે તે જ કરી શકશે. જિયો એપને ફોનમાં ઇન્સ્ટોલ કર્યા બાદ એક OTP આવશે. જે નાંખ્યા બાદ યૂઝર તેનો ઉપયોગ કરી શકશે.
જિયો ટિવી યૂઝર એપ પર ટી20, વન ડે ઈન્ટરનેશલ ક્રિકેટ મેચ, ટેસ્ટ ક્રિકેટ મેચ અને બીસીસીઆઈની ઘરેલુ ટુર્નામેન્ટનું લાઇવ પ્રસારણ જોઈ શકશે. જિયો ટીવી એપ પર ક્રિકેટ મેચ જોવા માટે યૂઝરનો જિયો નંબર ચાલુ હોવો જરૂરી છે. કારણકે જિયો રિચાર્જની સાથે પ્રાઇમ મેમ્બર્સને જિયો એપ્સનું ફ્રી સબસ્ક્રીપ્શન આપે છે.