મુંબઈઃ હિન્દી ફિલ્મોના જાણીતા અભિનેતા સુશાંતસિંહ રાજપૂતે આપઘાત કરી લેતાં ખળભળાટ મચ્યો છે. રાજપૂતે પોતાના ફ્લેટના બેડરૂમમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લધો હોવાનું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.

ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીની બાયોપિક ધોની અને તાજેતરમાં આવેલી છિછોરે સહિતની ફિલ્મોમાં કામ કરનારા રાજપૂતની ગણના બોલીવુડના સફળ અભિનેતાઓમાં થતી હતી. રાજપૂત ટીવી સીરિયલમાંથી ફિલ્મોમાં આવ્યો હતો અને પોતાની ઓળખ બનાવી હતી.

હજુ થોડા દિવસ પહેલાં જ સુશાંતની પૂર્વ મેનેજર દિશા સાલિયાને આપઘાત કરી લીધો હતો. શુદ્ધ દેશી રોમાંસ, એમએસ ધોની: ધ અનટોલ્ડ સ્ટોરી, કેદારનાથ બોલિવૂડ ફિલ્મો કરનાર અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની ભૂતપૂર્વ મેનેજર દિશા સાલિઆને બિલ્ડીંગ પરથી કૂદકો મારીને આત્મહત્યા કરી હતી.

બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત ટેલિવિઝન વિશ્વનો ખૂબ જ લોકપ્રિય ચહેરો હતો. 2008થી 2011ની વચ્ચે, તેણે “કિસ દેશ મેં હૈ મેરા દિલ, જરા નચકે દિખા, ઝલક દિખલા જા” અને સૌથી પ્રખ્યાત ટીવી શો “પવિત્ર રિશ્તા ” માં કામ કર્યું. પછી તે ખૂબ જ ઝડપથી ઉભરી આવ્યો હતો અને ફિલ્મોમાં તેને તક મલી હતી.