નવી દિલ્હીઃ બોલીવુડમાં એન્ટ્રી કર્યાં બાદ અભિનેત્રી સની લિયોનીને પોતાની જૂની છબીમાંથી બહાર નિકળવામાં મદદ મળી છે. પોતાની એક્ટિંગ અને ડાન્સના ટેલેન્ટથી સની લિયોનીને ઈન્ડસ્ટ્રીઝમાં પોતાની ખાસ ઓળખ બનાવી લીધી છે. સની કોઈ પણ શંકા વિના સોશિયલ મીડિયાથી લઈને ઈન્ટરનેટ પર સૌથી વધુ સર્ચ થનારી સેલિબ્રિટી બની ગઈ છે.

જોકે આ વર્ષે પણ ભારતમાં ગૂગલ સર્વમાં ઓગસ્ટના પ્રથમ સપ્તાહ સુધી સૌથી વધુ સર્ચ થતી હસ્તીઓમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, સુપરસ્ટાર સલમાન ખાન અને શાહરૂખ ખાનને પાછળ છોડતા સની ટોપ સ્થાન પર રહી છે.

ગૂગલ ટ્રેન્ડસ એનાલિટિક્સ પ્રમાણે, સની સાથે જોડાયેલી શોધ તેના વીડિયોના સંબંધમાં છે. આ સિવાય તેની બાયોપિક સિરીઝ ‘કરણજીત કૌરઃ ધ અનટોલ્ડ સ્ટોરી ઓફ સની લિયોની’ને પણ લોકોએ સર્ચ કરી છે. આ સિવાય સની સાથે જોડાયેલા વધુ સર્ચ ટ્રેન્ડસ જણાવે છે કે, તેને વધુ પૂર્વોત્તર રાજ્યો જેવા મણિપુર અને આસામમાં સર્ચ કરવામાં આવી છે.

આ રિપોર્ટ પર વાત કરતાં અભિનેત્રીએ કહ્યું હતું કે, મારી ટીમે મને આ વાતની જાણકારી આપી અને હું તેનો શ્રેય ફેન્સને આપવા ઈચ્છીશ, જે હંમેશા મારા માટે ઊભા રહ્યાં છે. આ એક મહાન ભાવના છે. પાછલા વર્ષે પણ ભારતમાં સૌથી વધુ સર્ચ કરાનારી હસ્તીઓની આ યાદીમાં સની પ્રથમ સ્થાન પર રહી હતી.