મુંબઈમાં નીકળી શ્રીદેવની અંતિમ યાત્રા, આ રહી છે શ્રીદેવીની અંતિમ તસવીર, જુઓ તસવીરો
શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઇ પહોચ્યો હતો. મુંબઇ એરપોર્ટથી લઈ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના ફેન્સ પણ મોટી સંખ્યામાં તેના ઘરની બહાર જોવા મળ્યા હતા જેને લઈ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appશ્રીદેવીના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ દર્શનમાં બોલિવૂડ ઉમટ્યું હતું જ્યારે મુંબઈના સ્થાનિક લોકો સહિતના ચાહકો પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. જોકે ઘણાં ચાહકો શ્રીદેવીના અંતિમ દર્શન કરીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં. શ્રીદેવીના અંતિમ સંસ્કાર વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે ફિલ્મી સિતારા, ચાહકોની ભારે ભીડ લાગી છે.
મુંબઈ: દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે. જેની એક તસવીર લેવા માટે મીડિયાકર્મીઓ છેલ્લા ત્રણ દિવસથી દુબઈમાં પોસ્ટ મોર્ટમ રૂમની બહાર રાહ જોઈને બેઠા હતા જોકે શ્રીદેવીની તસવીર સામે આવી નહોતી. જોકે શ્રીદેવીની અંતિમયાત્રા સમયે જ શ્રીદેવીનો છેલ્લી તસવીર સામે આવી હતી. અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં ચાહકો જોડાયા હતાં.
શ્રીદેવીના અંતિમ દર્શન કરવા માટે આખું બોલિવૂડ ઉદ્યોગ ઉમટી પડ્યું હતું. હવે અંતિમ દર્શન બાદ પરિવારજનોની હાજરીમાં વિધિ કરવામાં આવી હતી ત્યાર બાદ અંતિમ યાત્રા નીકળી હતી. જોકે તે પહેલા વિદ્યા બાલન અંતિમ દર્શન કરવા માટે ગઈ જ્યાં શ્રીદેવીનો મૃતદેહ જોઈને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડી હતી. જ્યારે શ્રીદેવીના પાર્થિવ દેહને દુલ્હનની જેમ સજાવવામાં આવ્યો છે. બોલિવૂડની ઘણી હસ્તીઓ પણ શ્રીદેવીનો પાર્થિવ દેહ જોઈને રડી હતી.
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. શ્રીદેવીનો પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો હતો. શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30થી 12:30 વાગ્યા સુધી રાખવામાં આવ્યા હતા જોકે ભારે ભીડ જોવા મળતાં વધારે સમય અંતિમ દર્શન ખુલ્લા રાખવામાં આવ્યા હતાં.
- - - - - - - - - Advertisement - - - - - - - - -