આવતા વર્ષથી ચંદ્ર પર પણ મળશે આ કંપનીનું નેટવર્ક, ટૂંકમાં શરૂ કરશે 4G સર્વિસ
પીટીએસ સાયન્ટિસ્ટના સ્થાપક અને સીઈઓ રોબર્ટ બોગમેએ જણાવ્યું કે ચંદ્ર પર 5જી નહિ, 4જી નેટવર્ક શરૂ કરવામાં આવશે. અત્યારે 5જીનું પરીક્ષણ અનેક જગ્યાએ ચાલી રહ્યું છે. આથી તે કારગત નીવડશે કે કેમ તે અત્યારથી કહી ન શકાય. આથી ચંદ્ર પર કારગત નીવડેલુ 4જી નેટવર્ક જ ચલાવવામાં આવશે.
આ માટે નોકિયા વોડાફોનનું ટેક્નોલોજી પાર્ટનર બન્યું છે. નોકિયા ચંદ્ર પર સ્પેસ ગ્રેડ નેટવર્ક વિકસાવશે. તેનું વજન એક શુગર ક્યુબ કરતા પણ ઓછું હશે. આ પ્રોજેક્ટ પર બર્લિનના પીટીએસ સાયન્ટિસ્ટ સાથે મળીને ઘણી કંપનીઓ કામ કરી રહી છે. આ પ્રોજેક્ટ 2019માં સ્પેસ એક્સ ફાલ્કલ 9 રોકેટ દ્વારા કેપ કેનાવેરાલમાંથી લોન્ચ કરવામાં આવશે.
નવી દિલ્હીઃ એક સમય જ્યારે ચંદ્ર પર માણસે પહેલું ડગલું માંડ્યું હતું, ત્યારે વિશ્વભરમાં તેની ચર્ચા થઈ હતી. પરંતુ તમને જાણીને હેરાની થશે કે ચંદ્ર પર માણસ પહોંચવાની સાથે સાથે હવે સ્માર્ટફોન પર વાત પણ કરી શકશે. સ્માર્ટફોન દિગ્ગજ કંપની નોકિયા અને ટેલીકોમ કંપની વોડાફોન મળીને ચંદ્ર પર ટૂંકમાં જ 4જી નેટવર્ક શરૂ કરવાના છે.
ચંદ્ર પર માનવવસ્તી ભલે હજુ સુધી ન પહોંચી હોય પરંતુ ત્યાં મોબાઈલ નેટવર્ક પહોંચી જશે. પ્રાઈવેટ ફંડથી ચાલતા ચંદ્ર અભિયાન અંતર્ગત આ પ્રયત્ન હાથ ધરવામાં આવશે. ચંદ્રથી ધરતી સુધી હાઈ ડેફિનેશન વાળા સ્ટ્રીમિંગના માધ્યમથી આ શક્ય બનશે.
વોડાફોન જર્મની, નોકિયા અને કાર કંપની ઓડી મળીને આ પ્રોજેક્ટ પર કામ કરી રહ્યા છે. નાસાએ ચંદ્ર પર મનુષ્યએ પ્રથમ પગલુ મુક્યું તેના 50 વર્ષ બાદ માનવજાતે મેળવેલી આ બીજી સૌથી મોટી સિદ્ધિ છે.