Election Results 2024
(Source: ECI/ABP News/ABP Majha)
શ્રીદેવીના અંતિમ દર્શન કરવા આખું બોલિવૂડ ઉમટ્યું, બોલિવૂડની કઈ-કઈ હસ્તીઓ ઉમટી, જુઓ તસવીરો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમુંબઈ: બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના ઘરેથી તેનો પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 વાગેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. જે 12:30 વાગ્યા સુધી રાખવામાં આવશે.
શ્રીદેવીના મૃતદેહને અંતિમ દર્શન માટે મુકવામાં આવ્યો છે. શ્રીદેવીના અંતિમ દર્શનમાં બોલિવૂડ ઉમટ્યું હતું જ્યારે મુંબઈના સ્થાનિક લોકો સહિતના ચાહકો પણ અંતિમ દર્શન કરવા માટે પહોંચ્યા હતાં. જોકે ઘણાં ચાહકો શ્રીદેવીના અંતિમ દર્શન કરીને ધ્રૂસકે-ધ્રૂસકે રડી પડ્યા હતાં.
શ્રીદેવીના અંતિમ દર્શન સવારે 9:30 વાગેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે. જે 12:30 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે. દુબઈની એક હોટલમાં દારૂનો નશો કર્યા બાદ શ્રીદેવી બાથરૂમમાં ન્હાવા ગઈ હતી તે દરમિયાન બાથટબમાં પડી જતાં તેનું મોત નિપજ્યું છે તેવું પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં જાણવા મળ્યું છે.
બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે લઈ જવામાં આવી રહ્યો છે. શ્રીદેવીના પાર્થિવ દેહ ઘરની પાસે આવેલા સેલિબ્રેશન ક્લબમાં અંતિમ દર્શન માટે રાખવામાં આવ્યો છે. જ્યાં સેલિબ્રિટી સહિત ચાહકોએ પણ અંતિમ દર્શન કર્યા હતાં.
શ્રીદેવીનો પાર્થિવ દેહ મંગળવાર રાત્રે મુંબઇ પહોચ્યો હતો. મુંબઇ એરપોર્ટથી લઈ શ્રીદેવીના લોખંડવાલા સ્થિત ઘર સુધી ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. શ્રીદેવીના ફેન્સ પણ મોટી સંખ્યામાં તેના ઘરની બહાર જોવા મળ્યા હતા જેને લઈ પોલીસે પણ ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
શ્રીદેવીના અંતિમ સંસ્કાર 3:30 કલાકે વિલે પાર્લેના સ્મશાન ઘાટમાં કરવામાં આવશે. બપોરે 2 કલાકે અંતિમ યાત્રા કાઢવામાં આવશે. સેલિબ્રેશન સ્પોર્ટ્સ ક્લબ શ્રીદેવીના ઘરની નજીક આવેલી છે. શ્રીદેવીના પાર્થિવ દેહના અંતિમ દર્શન કરવા માટે ફિલ્મી સિતારા, ચાહકોની ભારે ભીડ લાગી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -