કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને લઈને જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. એવા અહેવાલો છે કે 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બરની વચ્ચે વિકી અને કેટ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે.


 કેટરિના કૈફ અને વિકી કૌશલના લગ્નને લઈને જબરદસ્ત ચર્ચાઓ ચાલી રહી છે. એવા અહેવાલો છે કે 7 ડિસેમ્બરથી 9 ડિસેમ્બરની વચ્ચે વિકી અને કેટ રાજસ્થાનમાં લગ્નના બંધનમાં બંધાઈ જશે. કેટરિના અને વિકીના લગ્નમાં આવનાર મહેમાનોની યાદી બહાર આવી છે. કેટરિના કૈફ અને વિકી કૌશલ રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાની સિક્સ સેન્સ ફોર્ટ હોટેલમાં લગ્ન કરવાના છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, લગ્નની ઉજવણી 7 થી 12 ડિસેમ્બર સુધી ચાલશે. આ લગ્નમાં કરણ જોહર, અલી અબ્બાસ ઝફર, કબીર ખાન, મિની માથુર, રોહિત શેટ્ટી અને કિયારા અડવાણી  સામેલ થશે. અહેવાલ છે કે, કેટરિનાના પૂર્વ બોયફ્રેન્ડ આ લગ્નમાં હાજરી આપશે નહીં.


 સલમાન ખાન એ બોલિવૂડનો ભાઈજાન છે, જેણે કેટરીના કૈફને બોલિવૂડમાં એન્ટ્રી કરાવી. સલમાન અને કેટરિનાએ લાંબા સમય સુધી સાથે સમય વિતાવ્યો હતો, પરંતુ આજે બંને વચ્ચેના સંબંધો પહેલા જેવા નથી. આમ છતાં બંનેએ હંમેશા એકબીજા માટે સન્માન જાળવી રાખ્યું. બંનેએ હંમેશા એકબીજાને સપોર્ટ કર્યો છે. પરંતુ હવે સમાચાર મળી રહ્યા છે કે સલમાન ખાન કેટરીનાના ગેસ્ટ લિસ્ટમાં નથી. તેની પાછળનું કારણ ફિલ્મ 'ટાઈગર 3'માં જણાવવામાં આવી રહ્યી છે. કેટરીના 'ટાઈગર 3'માં પણ જોવા મળશે.


 સલમાન ખાન સાથેના બ્રેકઅપ બાદ કેટરીનાનું નામ રણબીર કપૂર સાથે જોડાયું હતું. બંને વેકેશનમાં એકબીજા સાથે સમય વિતાવતા પણ જોવા મળ્યા હતા. એવા અહેવાલો આવ્યા હતા કે કપૂર પરિવારના વોટ્સએપ ગ્રૂપમાં કેટરીનાને પણ જોડવામાં આવી હતી, પરંતુ થોડા સમય પછી બંને વચ્ચે અણબનાવ થયો હોવાના અહેવાલો આવ્યા હતા. રણબીરથી અલગ થયા બાદ કેટરીના લાંબા સમયથી સોશિયલ મીડિયાથી દૂર હતી, તેને આ સંબંધમાંથી બહાર આવવામાં ઘણો સમય લાગ્યો હતો.