નવી દિલ્હીઃ ફિલ્મ એકટ્રેસ સોનમ કપૂરે સોશિયલ મીડિયા પર એક ટ્વીટ કર્યું છે. તેણે લખ્યું, ‘મારા પતિએ એ આ જ કારણે વરઘોડામાં ખૂબ અવાજ કરે એવું સંગીત વગાડ્યું ન હતું અને ઘોડો પણ લાવ્યો ન હતો.’ ત્યાર બાદ લોકોએ સોશિયલ મીડિયા પર સોનમ કપૂરે ડબલ સ્ટાન્ડર્ડ માટે ખૂબ ટ્રોલ કરવામાં આવી છે.


નોંધનીય છે કે, તેણે પેટા ઇન્ડિયાને ટ્વીટ કરીને લખ્યું હતું, ‘સોનમ કપૂર લગ્ન ઘોડીઓ માટે સારા ન હોય. ત્યાં ઘણાં ઉત્સાહિત લોકો હોય છે. ફટાકડા હોય છે અને ખૂબ ઉંચા અવાજે મ્યૂઝિક વાગે છે. ઘોડીઓને સજાવવા અને નિયંત્રિત કરવા જે ખીલ્લા વપરાય છે, તેના કારણે તેનું લોહી વહે છે અને દર્દ થાય છે.’


તેના પર ફિલ્મ એક્ટ્રેસ પાયલ રોહતગીએ તેને ટ્વીટ કરીને લખ્યું, ‘રામ-રામ જી તું મીટ ખાય છે મૂર્ખ મહિલા. જે માંસ હોય છે, તે કોઈ જાનવરને મારીને જ લેવામાં આવે છે. તે શાકાહારી નથી હોતું. હું આશા રાખું છું કે તને ઝડપથી બુદ્ધિ આવશે.’ સાથે જ તેણે ‘લિબરલ’ માનસિક રોગી પણ ગણાવી છે. ઉપરાંત તેણે સોનમ કપૂરને મૂર્ખ પણ કહી છે.