નવી દિલ્હીઃ શોર્ટ વીડિયો મેકિંગ અને શેરિંગ પ્લેટફોર્મ TikTok પર એક નવું ફીચર લોન્ચ કરવામાં આવ્યું છે, જેની મદદથી પેરન્ટ્સ પોતાના બાળકોના એકાઉન્ટને કન્ટ્રોલ કરી શકશે. સેફ્ટી મોડ નામનું આ ફીચર આવ્યા બાદ પેરન્ટ્સ કન્ટ્રોલ કરી શકશે કે તેના બાળકોને TikTok પર કેવા પ્રકારનું કન્ટેન્ટ જોવા મળશે. આ મોડ પેરન્ટ્સના એકાઉન્ટને તેના બાળકોના એકાઉન્ટ્સ સથે લિંક કરી દે છે. ત્યાર બાદ યૂઝરની ફીડમાં સ્ક્રીન મેનેજમેન્ટથી જોડાઈ પ્રોમ્પ્ટ જોવા મળશે.


સોશિયલ મીડિયા પ્લેટફોર્મના હેડ ઓફ ટ્રસ્ટ એન્ડ સેફ્ટી યૂરોપ કોરમેક કીનને કહ્યું કે, એપ નવા ફીચર પર કામ કરી રહી છે. આ ફીચર માટે પ્લટફોર્મના કેટલાક સૌથી પોપ્યુલર યૂઝર્સની સાથે મળીને કામ કર્યું છે અને નવા પ્રોમ્પ્ટને ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. તેમણે કહ્યું, ‘અમે અમારી કોમ્યુનિટીને આ વિશે જાણકારી આપતા રહેવા માગીએ છીએ કે તે પ્લેટફોર્મ પર કેટલોક સમય વિતાવે છે. સાથે જ અમે તેમને બહાર સમય વિતાવવા માટે પણ પ્રેરિત કરવા માગીએ છીએ.’



કીનને આગળ જણાવ્યું કે અમે યુઝર્સને પ્લેટફોર્મ પર સુરક્ષિત એક્સપીરિયન્સ આપવા માગી છીએ અને તેના માટે અમે સતત નવા ફીચર પણ લાવી રહ્યાં છે.

ભારતમાં આ શોર્ટ વિડિયો મેકિંગ એપ ટિકટોક ઝડપથી પોપ્યુલર થયો છે. તેનો અંદાજો તેના યુઝર્સ પરથી લગાવી શકાય છે. ટિકટોક પર વર્ષ 2018ની સરખામણીએ 2019માં 6 ગણો વધુ સમય પસાર કરી રહ્યાં છે. આંકડામાં વાત કરીએ તો 2019માં ભારતીઓએ 5.5 અબજ કલાક ટિકટોક પર સમય પસાર કર્યો. મોબાઇલ ડેટા એનાલિટિક્સ ફર્મ App Annie અનુસાર એન્ડ્રોઇડ યુઝર્સે વર્ષે 2018માં 900 મિલિયન (9 કરોડ) કલાક જ ટિક-ટોક પર સમય પસાર કર્યો હતો. ગ્રોથ મામલે તે ફેસબુકથી ક્યાંય આગળ નીકળી ગયું છે.