નવી દિલ્હીઃ પાકિસ્તાનના પ્રવાસ પર આવેલ સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખે ભારતમાં નાગરિકતા સંશોધો કાયદા પર ચિંતા વ્યક્ત કરી છે. એક સવાલના જવાબમાં તેમએ એ પણ કહ્યું કે, જમ્મુ કાશ્મીરમાં કલમ 370 હટાવ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના રિપોર્ટને ગંભીરતાથી લેવો જોઈએ. સંયુક્ત રાષ્ટ્ર સંઘ પ્રમુખ બન્યા બાદ એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન પ્રવાસ પર પ્રથમ વખત પહોંચ્યા હતા. અહીં તેમણે અફઘાન શરણાર્થિઓ પર આંતરરાષ્ટ્રીય સમ્મેલમાં હાજરી આપી.


CAA પર પૂછવામાં આવેલ સવાલના જવાબમાં UN પ્રમુખે  આપ્યું નિવેદન

એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમને ભારતમાં નાગરિકતા સંબંધી નવા કાયદા વિશે પૂછવામાં આવ્યં. તેના જવાબમાં સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે કહ્યું, ‘હું ચોક્કસ તેને લઈને ચિંતિત છું કારણ કે આ એવો વિષય છે જેમાં સંયુક્ત રાષ્ટ્ર બિલકુલ સક્રિય છે.’ તેમણે કહ્યું કે, સંયુક્ત રાષ્ટ્ર શરણાર્થી ઉચ્ચાયુક્ત ઘણી બધી સમસ્યાઓની સાથે નાગરિકતા સંબંધી સમસ્યાને લઈને સક્રિય છે. તેવી જ રીતે નાગરિકાત સંબંધીત કાયદો બનવાથી રાજ્યવિહીન થવાનો ખતરો વધી જાય છે. માટે જરૂરી છે કે જ્યારે નવો કાયદો બનાવવામાં આવે ત્યારે એ વાત સુનિશ્ચિત કરવામાં આવે કે રાજ્યવિહીનતાનું જોખમ ઉભું ન થાય. જો કોઈ ખુદને દસ્તાવેજના આધારે સંબંધિત દેશનો નાગરિક કહી રહ્યો છે તો એવું ન થવું જોઈએ કે તેને તેના મૂળભુત અધિકાર છીનવી લેવામાં આવે.

કલમ 370 હટાવવા પર પણ આપી પ્રતિક્રિયા

સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખે જમ્મુ કાશ્મીરમાં હાલની સ્થિતિ પર પણ પોતાનો મત વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે, કાશ્મીર પર સંયુક્ત રાષ્ટ્ર હાઈ કમિશ્નરના બે રિપોર્ટથી કાશ્મીરની હાલની સ્થિતિ જાણવા મળે છે. માટે જરૂરી છે કે કાશ્મીર પર રિપોર્ટને ગંભીરતાથી લેવામાં આવે. આ પહેલા રવિવારે ઇસ્લામાબાદમાં યૂએન પ્રમુખે કહ્યું હતું કે કાશ્મીરની સ્થિતિથી તેઓ ચિંતિત છે અને કાશ્મીરની લાંબાગાળાની સમસ્યાને ખત્મ કરવા માટે ભારત અને પાકિસ્તાનની વચ્ચે મધ્યસ્થની ભૂમિકા નિભાવવા તૈયાર છે. જોકે બાદમાં ભારતે સંયુક્ત રાષ્ટ્ર પ્રમુખના પ્રસ્તાવને ફગાવતા પાક અધિકૃત કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો.