લુધિયાણા: બોલિવૂડના ફેમસ પ્લેબેક સિંગર રેપર બાદશાહનું પંજાબના લુધિયાણામાં કારનો અકસ્માત સર્જાયો હતો. લુધિયાણામાં ફિલ્મમાં શૂટિંગની નજીકમાં તેમની કાર અકસ્માત થયો હતો તેવું જાણવા મળ્યું હતું. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, આ અકસ્માત એકસાથે ઘણી ઘણી બધી કારો અથડાંતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત થતાં જ હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો અને લોકો કારના દરવાજા ખોલીને કારની બહાર આવી ગયા હતાં.
બોલિવૂડ રેપર અને પંજાબી સિંગર બાદશાહના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા હતાં. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, પંજાબના સરહિન્દથી દિલ્હી જઈ રહેલા નેશનલ હાઈવે પર સિંગર બાદશાહની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બાદશાહને નાની મોટી ઈજાઓ થઈ હતી.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ધુમ્મસનાં કારણે આ અકસ્માત સર્જાયો હતો જેમાં એકસાથે ઢગલા બંધ ગાડીઓ ટકરાઈ હતી. રાજપુરા-સરહિન્દ બાયપાસ પર પુલનું કામ ચાલી રહ્યું છે. અંધારામાં કોઈ સાઈન બોર્ડ ન હોવાના કારણે ધુમ્મસમાં કાર ભૂલથી સ્લેબ પર ચઢી ગઈ હતી.
સ્થાનિક મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કારમાં એરબેગ હોવાના કારણે બાદશાહને કોઈ મોટી ઈજા પહોંચી નથી ત્યાર બાદ બાદશાહ કારને ત્યાં જ છોડી બીજી કારમાં સવાર થઈને રવાના થઈ ગયો હતો.
લુધિયાણા નજીક પ્લેબેક સિંગર રેપર બાદશાહની કારને નડ્યો અકસ્માત, કારના શું થયા હાલ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
05 Feb 2020 07:48 AM (IST)
પંજાબના સરહિન્દથી દિલ્હી જઈ રહેલા નેશનલ હાઈવે પર સિંગર બાદશાહની કારને અકસ્માત નડ્યો હતો. આ દુર્ઘટનામાં બાદશાહને નાની મોટી ઈજાઓ થઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -