ઉલ્લેખનીય છે કે,નાગરિકતા કાયદાને લઈને શાહીન બાગમાં છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી નાગરિકતા સંશોધન કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલી રહ્યું છે. જે વિસ્તારમાં શનિવારે કપિલ નામના આરોપીએ ફાયરિંગ કર્યું હતું. તેના બાદ પોલીસે તેની ધરપકડ કરી હતી. પોલીસે યુવકે કસ્ટડીમાં લેતા આરોપીએ કહ્યું કે દેશમાં માત્ર હિંદુઓનું ચાલશે બીજા કોઈનું નહીં ચાલે.
શાહીન બાગમાં ફાયરિંગ કરનારા વ્યક્તિની આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે તસવીર સામે આવ્યા બાદ ભાજપ અધ્યક્ષ જે પી નડ્ડાએ ટ્વિટ કરીને કહ્યું, દેશ અને દિલ્હીના લોકોએ આજે આમ આદમી પાર્ટીનો ગંદો ચહેરો જોયો. રાજકીય લાલચમાં કેજરીવાલ અને તેના લોકોએ દેશની સુરક્ષા પણ વેચી નાંખી. પહેલા કેજરીવાલ સેનાનું અપમાન અને આતંકીઓની વકીલાત કરતા હતા. પરંતુ આજે તો તેમનો આતંકી ગતિવિધિને અંજામ આપતા લોકો સાથેનો સંબંધ સામે આવી ગયો છે.
ક્રાઈમ બ્રાન્ચે કપિલના ફોનની તપાસ કરતા AAP પાર્ટી સાથેનું કનેક્શન સામે આવ્યું છે. તસવીરમાં આમ આદમી પાર્ટી નેતા આતિશી અને સાંસદ સંજય સિંહ સાથે નજર આવી રહ્યાં છે. એટલું જ નહીં ક્રાઈમ બ્રાન્ચને કેટલીક એવી પણ તસવીરો મળી છે જેમાં કપિલના પિતા મનીષ સિસોદિયા સાથે નજર આવી રહ્યો છે. પોલીસના સૂત્રો અનુસાર આ ફોટો લગભગ એક વર્ષ પહેલાનો છે, જ્યારે કપિલ અને તેના પિતા ગજેસિંહ આમ આદમી પાર્ટીની સદસ્યતા લીધી હતી.
આ મામલે આમ આદમી પાર્ટીએ કહ્યું કે આ ષડયંત્ર છે. પાર્ટી સાંસદ સંજય સિંહે કહ્યું, “અમિત શાહ હાલમાં દેશના ગૃહમંત્રી છે, હવે ચૂંટણી પહેલા તસવીરો અને કાવતરા જોવા મળશે. ચૂંટણીમાં 3-4 દિવસ બાકી છે, બીજેપી એટલી ગંદી રાજનીતિ કરશે, જેટલી તે કરી શકે છે. કોઈની સાથે એક તસવીર હોવાનું શું મતલબ છે ?.”