પ્રિયા પ્રકાશની ફિલ્મ હિન્દીમાં પણ થશે રિલીઝ, સલમાન ખાનની આ ફિલ્મ સાથે લેશે ટક્કર!
ઉલ્લેખનીય છે કે, આ વર્ષે ઈદ પર સલમાન ખાનની એક્શન થ્રિલર ‘રેસ 3’ પણ રિલીઝ થઈ રહી છે. આમ, પ્રિયાની ફિલ્મ સલમાન સાથે ટકરાય તેવી શક્યતા છે. હવે જોવાનું એ રહ્યું કે, સલમાનની એક્શન અને પ્રિયાની કામણગારી આંખોમાંથી દર્શકો કોને વધુ પસંદ કરે છે.
ઉલ્લેખનીય છે કે, કેરળના ત્રિચૂરની વિમલા કૉલેજમાં બી.કૉમ કરી રહેલી 18 વર્ષની પ્રિયા પ્રકાશના માત્ર 26 સેકન્ડના વીડિયોથી તેને ગજબની લોકપ્રિયતા મળી હતી. ત્યારબાદ તેની ઘણી અન્ય ક્લિપો રિલીઝ કરાઈ. ઘણા લોકોએ તેના વિરુદ્ધ ફતવો કાઢ્યો અને FIR પણ નોંધાવવામાં આવી પણ બાદમાં કોર્ટે તેને રદ્દ કરી નાખી.
હવે પ્રિયાની વધેલી લોકપ્રિયતાને જોતા ફિલ્મના નિર્માતાએ તેનો ફાયદો ઉઠાવવા આ ફિલ્મને મલિયાલમ ઉપરાંત તમિલ, તેલુગુ અને હિન્દીમાં રિલીઝ કરવાનો નિર્ણય લીધો છે. જોકે, નિર્મતા તરફથી હજુ આ બાબતે સત્તાવાર રીતે કોઈ જાહેરાત કરાઈ નથી. જણાવવામાં આવી રહ્યું છે કે, આ ફિલ્મ ઈદ નિમિત્તે રિલીઝ થશે.
મુંબઈઃ આ વર્ષે વેલેન્ટાઈન ડેના અવસર પર એક નાનકડી વીડિયો ક્લિપ દ્વારા ઇન્ટરનેટ પર ધૂમ મચાવનાર સાઉથની એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર હવે મોટા પડદે માત્ર દક્ષિણ ભારતીય ભાષાઓમાં જ નહીં પરંતુ હિન્દીના દર્શકો માટે પણ પોતાનો અંદાજ બતાવશે. કેરળની રહેવાસી 18 વર્ષની પ્રિયા પ્રકાશ વોરિયર પોતાની મલયાલમ ફિલ્મ ઓરૂ અદાર લવ (Oru Adaar Love)ને ગીત ‘માણિક્ય મલરાય પૂવી....’માં પોતાના આંખોના ગજબના એક્સપ્રેશન બતાવવાને કારણે રાતો રાત ઇન્ટરનેટ પર છવાઈ ગઈ હતી.